કાલાવડની હિરપરા કન્યા વિદ્યાલયને રાજ્યની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો શાળાને 3 લાખનું રોકડ પુરસ્કાર મળ્યું
અબતક, રાજુ રામોલિયા, કાલાવડ
કાલાવડ તાલુકા લેઉવા પટેલ સેવા સમાજ સંચાલિત બી.બી. એન્ડ બી.પી. હિરપરા કન્યા વિદ્યાલય તથા ક્ધયા પ્રાથમિક શાળા તથા કાલાવડ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ તથા ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સંકુલ તથા અકબરી ક્ધયા છાત્રાલય કાલાવડ શૈક્ષણિક સંકુલે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ – ગાંધીનગર તથા કમિશનર શાળાઓની કચેરી તથા ગુજરાત રાજ્ય પસંદગી સમિતિ દ્વારા વર્ષ-2023-24માં રાજ્યકક્ષાએ દ્વિતીય નંબર મેળવી શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મેળવતું હિરપરા શૈક્ષણિક સંકુલે સમાજ, દાતાઓ તથા સર્વ ટ્રસ્ટીઓ, સ્ટાફગણ તથા સર્વે વિદ્યાર્થીનીઓ તથા શૈક્ષણિક સંકુલ પરિવારનું ગૌરવ વધારેલ છે.
આ એવોર્ડ મેળવવા ત્રણ વર્ષે નોમીનેટ થઈ શકાય છે, જેમાં બોર્ડનું પરિણામ, શાળા સલામતી, શાળાની ભોતિક સુવિધા, લેબ, વર્ગખંડ, પુસ્તકાલય, સ્માર્ટ ક્લાસ રૂમ, સુખાકારી સગવડો, શાળાનું ભાવાવરણ, શાળામાં લોક જાગૃતિ અભિયાન, શાળા દ્વારા સામાજિક પ્રવૃત્તિઓ, તથા રમોત્સવ-ખેલમહાકુંભ, ગુણવત્તાલક્ષી શિક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલોજીની પ્રવૃત્તિઓ, માનવ મૂલ્યો, સંસ્કૃતિ, સંસ્કાર અને પર્યાવરણનું જતન, સ્વચ્છતાની જાળવણીનું પ્રવૃત્તિલક્ષી શિક્ષણ વગેરે પ્રવૃતિઓને ધ્યાનમાં લઇ રાજ્ય કક્ષાની પસંદગી સમિતિ દ્વારા એવોર્ડની પસંદગી કરવામાં આવે છે. અમારી શાળાએ 26 વર્ષની વિકાસ યાત્રામાં ગ્રાન્ટેડ શાળાએ સફળતાના શિખરો સર કર્યા છે.
જેમાં જામનગર જિલ્લામાં વર્ષ 2007, 2013 અને 2019માં પ્રથમ નંબર મેળવી અને રાજ્યકક્ષા ભણી પ્રગતિ કરેલ છે. વર્ષ : 2019-20માં રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શાળાનો તૃતીય નંબર મેળવેલ હતો. ઉત્તરોત્તર શૈક્ષણિક સંકુલે પ્રગતિ કરી સોપાનોના શિખરો સર કરી સતત એવોર્ડની હારમાળા જાળવી રાખી વર્ષ:2023-24માં પણ ગુજરાત રાજ્યમાં દ્વિતીય નંબરે પણ અવ્વલ રહ્યા છીએ.