કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણ મૂછડીયા ‘રીપીટ’ થશે! ‘આપ’ એ પણ નામ જાહેર કરી દીધું

સ્થાનિક ઉમેદવારને ટિકીટ આપવા લોકોની પ્રબળ માંગ

જામનગર જિલ્લાની વિધાનસભાની કુલ સાત બેઠકમાંથી 76-કાલાવડ વિધાનસભાની બેઠક હંમેશા ચર્ચામાં રહી છે, આ બેઠક વર્ષોથી ભાજપનો ગઢ મનાય છે. ગત 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રવીણભાઇ મૂછડીયાએ 33 હજારથી ઉપર મત સરસાઇથી આ બેઠક પરથી વિજય મેળવ્યો હતો.

આ વખત અહીં ત્રિપાંખિયા જંગ ખેલાય તેવી સ્થિતિ સર્જાવા જઇ રહી છે.

હાલ આ 76- વિધાનસભાના ધ્રોલ, જોડીયા, કાલાવડ બેઠક કોંગ્રેસ પાસે છે અને હાલ પ્રવીણભાઇ મુછડીયા ધારાસભ્ય છે. અને જેઓ સીટીંગ ધારાસભ્ય  હોય જેવી કોંગ્રેસ હાઇકમાન્ડે પ્રવિણભાઇ મુછડીયાને ફરીથી લડાવવા ઇશારો પણ કરી દીધો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે. માત્ર જાહેર થવાના ગણતરીના જ દિવસો બાકી હોય હાી પ્રવીણભાઇ મુછડીયા એ બેઠક જીતવા ગામે ગામ લોકસંપર્ક પણ કરવાનું ચાલુ કરી દીધું છે. અને ફરીથી પ્રજાનો મત લઇ ફરીથી 76 વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરવાની આશા પણ વ્યકત કરી છે.

બીજી બાજુ આ વખતે આમ આદમી પાર્ટી એ પણ ગુજરાતમાં તમામ બેઠક ઉપર લડવાની ફુલ તૈયારી કરી લીધી છે. અને ઉમેદવારોની સાત યાદી પણ સતાવાર ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે. તાજેતરમાં જ પાંચેક દિવસ પહેલા 76-વિધાનસભા કાલાવડની બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ડો. જીગ્નેશ સોલંકી (બી.એ.એમ.એસ.) નં નામ જાહેર કરી મહોર મારી દીધું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આમ બન્ને એ ઉમેદવાર જાહેર કરતા જ ભાજપ સામે પડકાર ઉભો થયો છે.

76-કાલાવડ વિધાનસભાની બેઠક એસ.સી. – એસ.સી. અનામત બેઠક હોય જેથીભાજપમાંથી ચુંટણી લડવા પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, ડો. કલ્પેશ મકવાણા, મુળજીભાઇ ધેઇડા, મનોજભાઇ પરમાર, તરુણભાઇ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકી, સામતભાઇ પરમાર, નીતાબેન મકવાણા, નાથાભાઇ વાસુકીયા, ભવાનભાઇ કંટારીયા, ભીમજી મકવાણા, ભાનુબેન જેપાર, પુષ્પાબેન શ્રીમાળી, દેવશી વાઘ, દીપકભાઇ વાઘેલા, નીતાબેન પરમાર, વિગેરે કાર્યકરોમાં ઉત્સાહ છે.

76-કાલાવડ વિધાનસભાના તમામ ચાલીસ દાવેદારો અને સ્થાનીક આગેવાન કાર્યકર્તાઓની માંગએ હતી કે કાલાવડ, ધ્રોલ, જોડીયાના સ્થાનીક ઉમેદવારને જ ટીકીટ આપવામાં આવે. જો વિધાનસભા વિસ્તારના બહારના કોઇપણ ઉમેદવારને ટીકીટ આપશે તો ભારતીય જનતા પાર્ટીને નુકશાન થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.