ભાગીયું જમીન વાવતા શ્રમિકની પુત્રી સાથે ખેડુતને આંખ મળી ગયાની વાલીને ખબર પડતા પ્રેમિકાએ પ્રેમીને બોલવી ઝાડ સાથે બાંધી ઢીમઢાળી દીધું 

કાલાવડ તાલુકાના ખીમાણી સણોસરા ગામે એક યુવાનની શ્રમિક દંપતી અને તેની પુત્રી સહિતના ચાર સભ્યોએ  ઝાડ સાથે બાંધી ક્રૂર હત્યા નિપજાવી હોવાનો બનાવ સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. શ્રમિક દંપતીની અપરણિત પુત્રી સાથે યુવાને બંધાયેલ પ્રેમ સંબંધ હત્યાનું કારણ બન્યો હોવાનું સામે આવ્યું છે. પરિવારને ખબર પડી જતા પ્રેમિકાએ જ પ્રેમીને રાત્રે વાડીએ બોલાવી માતા-પિતાની મદદથી પતાવી દીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

બનાવની વિગત મુજબ, ખીમાણી સણોસરા ગામની સીમમાં વાડી  નીર્મળસિંહ દિલાવરસિંહ જાડેજાની હોય તે વાડી વીરમભાઇ બટુકભાઇ ગમારાએ વાવવા રાખેલ રાખી છે. વિરામભાઈએ પણ આ જમીન મુળ છોટા ઉદપુરના વતની સવજીભાઇ માધાભાઇ બારીયાનાયક અને ગુંજીબેન સવજીભાઇ બારીયાનાયક, સીમીબેન ભાવેશભાઇ અને નાનીબેન સવજીભાઇ બારીયાના

વાળાઓને વાવવા આપી હતી. દરમિયાન વિરામભાઈના મિત્ર મહાવીરસિંહ ઉર્ફે મુન્નો રવુભા કાંધુભા જાડેજા (ઉ.વ.-38) વાળા વિરમભાઇ સાથે અવારનવાર વાડીએ જતા આવતા હતા. જેમાં મુન્નાને અપરણિત નાનીબેન સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આશરે છએક માસથી પ્રેમ સબંધમાં બંને અવારનવાર મળતા હતા. બંનેના આ સંબંધ અંગે તેણીના માતા-પિતાને ખબર પડી ગઈ હતી. મહાવીરસિંહ ને મારી નાખવાનું ગુનાહીત કાવતરૂ રચી મુન્નાને રાત્રે વાડીએ કોઇ છે નહી તમારે મળવા આવવુ હોય તો આવજો એવી વાત કરી હતી. જેને લઈને રાત્રે સાડા આઠેક વાગએ મુન્નો વાડીએ પ્રેમિકાને મળવા ગયો હતો.

જ્યાં પ્રથમથી જ વાટ જોઈ બેઠેલ તેણીના માતા પિતાએ મુન્નાને જેમ ફાવે તેમ ભુંડા ગાળો બોલી, નાળા(રસ્સી) દ્વારા પીપળાના ઝાડ સાથે બાંધી ગેરકાયદેસર અટકાયત કરી, પ્રેમિકા સાહિતનાઓએ લાકડાના ધોકા વડે આશરે સતત અડધો કલાક માર મારી કરપીણ હત્યા નિપજાવી હતી. આ બનાવની સવારે જાણ થતાં જ મૃતકના ભત્રીજા ધ્રુવરાજસિંહ  સુખદેવસિંહ ઘોઘુભા જાડેજા સાહિતનાઓએ પોલીસને જાણ કરી હતી. પોલિસે સ્થળ પર પહોંચી મૃતકનો કબ્દો સંભાળી ચારેય શખ્સો સામે હત્યા અને કાવતરા કલમ હેઠળ ફરિયાદ નોંધી અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.