જો ઉકેલ નહિ આવે તો ગાંધી ચિંઘ્યા માર્ગે ઉપવાસ પર બેસી ધારણા કરવાની ચીમકી
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર ગામના ખેડૂતો ને સીમ માં જવાના રસ્તાને બંધ કરેલ છે તે બાબતે કાલાવડ મામલતદાર ને આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી..ગામ ના 80 થી વધારે ખેડૂતો નો સીમ માં જવા માટેનો વર્ષો જુનો રસ્તો માથાભારે માણસો એ બંધ કરી દીધેલ છે.જેના વિરુદ્ધ સખ્ત માં સખ્ત કાર્યવાહી માટે આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી.
હરીપર ગામના રસ્તા માં ચાલતા ખેડૂતો એ મોખિક રજૂઆત કરતા એ રસ્તો બંધ થશે.તમારે જવું હોઇ ત્યાં જાવ એવું કહેલ છે.. ગામ લોકોએ પંચાયત ને રજૂઆત કરતા ત્યારે પંચાયત દ્ધારા સરપંચે કાલાવડ મામલતદાર આવેદન પાઠવી રજુઆત કરી. જયારે પંચાયતે સ્થળ તપાસ કરતા આજ માથાભારે માણસો એ સરકારની યોજના માંથી બનેલ ચેકડેમનો માટી કામનો પાળો પણ તોડી નાખેલ છે તેમજ ગામના ગૌચરની જમીન માંથી ખનન કરેલ છે.ગામ લોકો એ પોલીસ ને ટેલીફોનીક જાણ કરતા કામ રોકાવેલ છે પરંતુ માથાભારે માણસો હોવાથી ફરીથી કામ ચાલુ કરેલ છે.
ખનન થતું તાત્કાલિક બંધ કરાવવા અને ગામ નો રસ્તો ખુલ્લો કરાવવા માટે કાલાવડ મામલતદાર ને આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજુઆત પણ કરવામાં આવી.અને તાત્કાલિક ના ધોરણે સત્વરે આ બાબત નો ઉકેલ નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ પર બેસી ધરણા કરવાની નોબત પડશે તેવી ચીમકી પણ ગામ લોકો એ ઉચારી હતી.