- આંગણવાડીના નવા બિલ્ડિંગનું રૂપિયા 75 લાખથી વધારેના કામોનું લોકાર્પણ
- બાળકને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે માટે સરકારનો પ્રયાસ
કાલાવડ તાલુકાના શિશાંગ ગામ ખાતે પ્રાથમિક શાળા-ગ્રામ પંચાયત ભવન તેમજ આંગણવાડીના નવા બિલ્ડિંગનું રૂપિયા 75 લાખથી વધારેના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.તેમજ જામનગરના પ્રમુખ હસ્તે લોકાર્પણ કરાયું હતું.બાળકને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે માટે સરકાર પ્રયાસ કરે છે.તેમજ ઉપ સરપંચ, સરપંચ,પંચાયત સભ્ય, પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષક, ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર, કાલાવડ તાલુકાના શિશાંગ ગામે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જામનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા પ્રાથમિક શાળાના નવ નિર્મિત બિલ્ડિંગના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.જેમા અંદાજે રૂ.55 લાખથી વધુના ખર્ચે પ્રાથમિક શાળા તેમજ ગ્રામ પંચાયત ભવન 17 લાખથી વધુ ના ખર્ચ લોકાર્પણ અને આંગણવાડી 10 લાખથી વધારેની રકમ મળી કુલ રૂપિયા 82 લાખથી વધારે ખર્ચે લોકાર્પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સૌ પ્રથમ મહેમાનોનું આગમન,શાબ્દિક પુષ્પગુચ્છથી સ્વાગત વિધિ,ગણપતિ સ્તુતિ,તલવાર નૃત્ય,ધારાસભ્ય મેઘજી ચાવડા,લગધીરસિંહ જાડેજા, સદગુરુ પારસમુનિ મહારાજ દ્વારા ઉદબોધન કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમના અંતમાં શાળાના શિક્ષક દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
જૈન સમાજનો ત્યાં ઉપાશ્રય હતો.કાલાવડ જૈન સમાજ દ્વારા બાળકો વધુ સુવિધા મળી રહે તે માટે ઉપાશ્રય ની જગ્યા શાળા બનાવ આપી દીધી, જેન સમાજ દ્વારા એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. જૈન સમાજ ના સહયોગ થી શિશાંગના અદ્યતન સુવિધાસભર બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યુ છે. ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રમાં પ્રશંસનીય પરિવર્તન આવી રહ્યું છે.નવી શિક્ષા નીતિમાં બાળકોને કૌશલ્ય નિર્માણની પણ તક મળે છે.બાળકોને શાળા કક્ષાએ કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસરુમ જેવી સુવિધાઓ પણ પ્રાપ્ત થઈ છે.શિક્ષણ એ પાયો છે, જેમ કોઈ ઈમારતને ઊભી કરવા માટે પાયો મજબૂત જોઈએ તેમ બાળકને ઘડવા માટે શિક્ષણ આપવું એ બાળકના ઘડતરનો પાયો છે. બાળકને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે માટે સરકાર પ્રયાસ કરે છે.
શિશાંગ ખાતે પ્રાથમિક શાળાના નવ નિર્મિત બિલ્ડિંગનનુ જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે લોકાર્પણ કરવામા આવ્યું છે.જેમાં કાર્યક્રમમા અતિથિ વિશેષ ધારાસભ્યશ્રી કાલાવડ ઘજીભાઈ ચાવડા હાજર રહ્યા હતા. તેમજ કાર્યક્રમની શરૂઆતમાં પી.ડી.જાડેજાએ જણાવ્યુ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે સુદ્રઢ વ્યવસ્થાઓનું નિર્માણ કરવામાં આવ્યુ છે. બાળકો સ્માર્ટ ક્લાસરૂમ થકી ટેકનોલોજી સાથે જોડાઇ રહ્યા છે.
શિશાંગ ખાતે પ્રાથમિક શાળાના નવ નિર્મિત બિલ્ડિંગના લોકાર્પણ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિ ચેરમેન-જામનગર હુલાશબા જાડેજા, પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન સદસ્ય જિલ્લા પંચાયત જામનગર લગધીરસિંહ જાડેજા, ચેરમેન બાંધકામ સમિતિ જિલ્લા પંચાયત જામનગર પ્રવિણા ચભાડીયા,ચેરમેન સામાજિક સમિતિ જિલ્લા પંચાયત જામનગર ગોમતી ચાવડા,તાલુકા વિકાસ અધિકારી કાલાવડ હરદીપસિંહ ગોહિલ, તાલુકા પ્રમુખ કાલાવડ ચંદ્રિકા પાનસુરીયા, તાલુકા ઉપપ્રમુખ-કાલાવડ અસ્મિતાબા જાડેજા, રવિન્દ્રસિંહ જાડેજા પ્રમુખ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ-કાલાવડ, રજનીકાંત પટેલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી-કાલાવડ, સતિષભાઈ કપુરીયા બી.આર.સી કોડીનેટર-કાલાવડ,પરમ પૂજ્ય શ્રી સદગુરુ પારસમુનિ મહારાજ,સંતશ્રી વાલદાસ બાપુ, યુવરાજસિંહ જાડેજા પૂર્વ પ્રમુખ એ.પી.એમ.સી-કાલાવડ, તલાટી કમ મંત્રી રાજુ કાગડિયા, ચેતન ગમઢા મહામંત્રી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, શિશાંગ ગામના યુવા ઉપ સરપંચ બળભદ્રસિંહ જાડેજા, સરપંચ મુકેશ પરમાર, તમામ પંચાયત સભ્ય પ્રાથમિક શાળાના આચાર્ય ભૂમિકા જોશી, નિકાવા-આણંદપર પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષક, ગામના આગેવાન કે. બી.જાડેજા. અજીતસિંહ વાઘેલા.મોટી સંખ્યામાં ગ્રામજનો અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજુ રામોલિયા