• આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને આગેવાનો દ્વારા અપાયું આવેદન
  • તાત્કાલિક સર્વે કરાવી સહાય ચૂકવવા માંગ
  • આપના કાર્યકર્તા અને આગેવાનો દ્વારા ભાજપ વિરૂદ્ધ સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો
  • આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા રામધૂન બોલવામાં આવી

કાલાવડ તાલુકામા કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના પાકની નુકસાનીનું વળતર આપવા આમ આદમી પાર્ટી ના કાર્યકર્તા અને આગેવાનો દ્વારા કાલાવડ મામલતદારને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો.અને તાલુકાના ખેડૂતોની પાક નુકસાનીનું તાત્કાલિક સર્વે કરાવી સહાય ચૂકવવા માંગ કરી છે.આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને આગેવાનો દ્વારા ભાજપ વિરૂદ્ધ સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા રામધૂન બોલવામાં આવી હતી.

WhatsApp Image 2024 10 19 at 11.38.06 44bf2cf1

આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, રાજ્યમાં મુસળધાર વરસાદ પડ્યો છે. જેને પરિણામે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ખેતીના ઉભા પાકને નુકસાન થયું છે. તેમજ મગફળીના તૈયાર પાકનો વરસાદે સોથ વાળી દીધો છે. ત્યારે ખેતીના પાકને થયેલા નુકસાન અંગે તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને સહાય કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટી ના કાર્યકર્તા અને આગેવાનો દ્વારા કાલાવડ મામલતદારને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

જેમાં કાલાવડ તાલુકાના ખેડૂતો ની પાક નુકસાની નું તાત્કાલિક સર્વે કરાવી સહાય ચૂકવવા માંગ કરવામાં આવી હતી. તેમજ આમ આદમી પાર્ટી ના કાર્યકર્તા અને આગેવાનો દ્વારા ભાજપ વિરૂદ્ધ સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા રામધૂન બોલવામાં આવી હતી.  આ સાથે જ કાલાવડ તાલુકામાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતો નો ઊભો પાક કપાસ, મગફળી, ડુંગળી, સોયાબીન સહિતનો પાક સદંતર નિષ્ફળ થઈ જવા પામેલ છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી વહેલામાં વહેલી તકે સહાય ચૂકવી ખેડૂતો ની વ્હારે આવવા આમ આદમી પાર્ટી કાલાવડ દ્વારા વિરોધ નોંધાવી કાલાવડ મામલતદાર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

રાજુ રામોલિયા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.