Kalavad: તાલુકાના ખંઢેરા ગામે અવિરત વરસાદ પડતાં ફુલઝર નદી બે કાંઠે વહેતા પુલ ઉપર થી પાણી ચઢી જતા કાલાવડ થી જામનગર હાઇવનો વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો હતો. ત્યારે ફુલઝર નદી બે કાંઠે વહેતા ખંઢેરા ગામે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાયી હતી. ત્યારે પૂરનું પાણી કાંઠા વિસ્તારના ખેતરોમાં વહી જતાં ખેતરો ધોવાઈ ગયા હતા .ખેડૂતો માથે જાણે કુદરત રૂઠ્યો હોય તેમ ખેડૂતોનો ઊભો પાક પણ પૂરના પાણી તણાઈ જતા ખેતરો મેદાનમાં ફેરવાઈ ગયેલા હતા. જેમાં ખેતરમાં ઉભેલા કપાસ, મગફળી, એરંડાનો પાક હતો. ઊભો પાક તણાઈ જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ત્યારે ખંઢેરા સહિત આજુબાજુના વિસ્તારમાં અનેક ખેતરોની આવી જ હાલત છે. અનેક ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા છે. અમુક ખેડુંતો ને કપાસ પડી ગયો છે અને પાક ફેલ થઈ ગયો. ધરતીપુત્રો પર એક બાજુ ઉપરથી મેઘરાજાનું વરસવું અને બીજી બાજુ પુરના પાણી ખેતરોમાં આવી જતા ખેતરોનું અને પાકનું ધોવાણ થયું છે. ખેડૂતો ને ડબલ માર સહન કરવાનો વારો આવ્યો. ત્યારે ઊભો પાક ધોવાઈ જવાથી સરકાર પાસે પાક ધોવાણનું તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય સહાય અને નદી કાંઠાના વિસ્તારમાં પૂર સંરક્ષણ દીવાલ કરાવી ખેતરોનું ધોવાણ અટકાવવા માંગ કરવામાં આવી હતી. તેમજ ખેડૂતોનો ઊભો પાક અને ખેતરો ધોવાઈ જતા ખંઢેરા ગામના ખેડૂતો મુંજવણ મા મુકાઈ ગયા હતા અને સરકાર પાસે યોગ્ય સહાય અને પૂર સરક્ષણ દીવાલ કરી આપવા માંગ ઉઠવા પામી હતી.
રાજુ રામોલિયા