શ્રી બાલબટુક હનુમાનજી મહારાજના 21મા પાટોત્સવ નિમિત્તે મારુતિ યજ્ઞ, સંતવાણી, બ્લડ ડોનેશન કેમ્પ , સંતો – મહંતોની ઉપસ્થિતિ રહેશે
રાજકોટ નજીક આવેલા સરધારમાં કાલથી ભવ્ય રામકથા અને ઘરસભાનું આયોજન થઈ રહ્યું છે. શ્રી બાલબટુક હનુમાનજી મહારાજના 21મા પાટોત્સવ નિમિત્તે મારુતિ યજ્ઞ, સંતવાણી, બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાશે. મહાનુભાવો સાથે સંતો – મહંતોની ઉપસ્થિતિ રહેશે. શ્રી બાલબટુક હનુમાનજી મહિલા મંડળ તથા સમસ્ત સરધાર ગામ દ્વારા આ આયોજન કરાયુ છે.
કથામાં કનૈયાલાલ બાપુ ગોંડલીયા કથા વક્તા છે. કાર્યક્રમની રૂપ રેખા જોઈએ તો, તા.22ના રોજ બપોરે પોથી યાત્રા નીકળશે. સાંજે મારુતિ યજ્ઞ, દીપ પ્રાગટય, રામ કથા મહાત્મ્ય, તા.23મીએ ચારઘાટનું વર્ણન, શિવ ચરીત્ર, 24મીએ રામ જન્મોત્સવ, બાળલીલા, 25મીએ જનકપુર નગર દર્શન, સીતારામ વિવાહ, 26મીએ રામ વનવાસ, કેવટ પ્રસંગ, 27મીએ ભરત મિલાપ, ચિત્રકૂટમાં સભા, 28મીએ અરણ્ય કાંડ, કિષ્ક્ધિધાકાંડ, 28મીએ રાત્રે સંતવાણી, 29મીએ સુંદરકાંડ, રામેશ્વર સ્થાપના, 30મીએ રામરાજ્ય અભિષેક અને પૂર્ણાહુતિ સહિતના પ્રસંગો ઉજવાશે.
તા.22ના રોજ રાત્રે 9 કલાકે ઘરસભા યોજાશે જેમાં વક્તા તરીકે સ્વામીશ્રી નિત્યસ્વરૂપદાસજી ભાવિકોને પ્રવચન કરશે. સાળંગપુરધામના શાસ્ત્રી સ્વામીશ્રી હરિ પ્રકાશદાસજી તા.23મીના રોજ વિશેષ ઉપસ્થિત રહેશે. તા.23મીએ બપોરે બ્લડ ડોનેશન કેમ્પ અને તા.24મીએ રાત્રીના દાંડિયા રાસનું આયોજન કરાયું છે.પ.પૂ. સદગુરુ શ્રી હરિહરાનંદજી બાપુ ( ધારેશ્વર મંદિર, શ્રી હરિહરાનંદજી સંન્યાસ આશ્રમ – સરધાર), પ.પૂ. સદગુરુ શ્રી સીતારામ બાપુ (રામજી મંદિર – સરધાર, સીતારામ બાપુ મઢી), પુ. સંત શ્રી સુમીરનદાસજી બાપુ, રામજી મંદિર – સરધાર, સીતારામ બાપુ મઢી), શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી યોગાનંદજી બાપુ, (ધારેશ્વર મંદિર, શ્રીહરિહરાનંદજી સંન્યાસ આશ્રમ – સરધાર) અને પુજય સંત શ્રી ધર્મદાસ બાપુ (ધર્મધ્વજ ત્રિમુર્તિ હનુમાનજી મંદિર – સરધાર, ઢોળાવાળા હનુમાનજી)ના આશીર્વાદ સાથે બાલબટુક મહિલા મંડળના સભ્યો અને સ્વયં સેવકો જહેમત ઉઠાવી રહ્યા છે.