• ખેલૈયાઓ માટે બારકોડ પાસની વ્યવસ્થા: આધુનીક ટેકનોલોજીના સથવારે ગ્રાઉન્ડની સજાવટ
  • સંસ્કારી, સુરક્ષીત અને ભકિતસભર નવરાત્રી મહોત્સવની નવા રંગ-રૂપ સાથે  તૈયારીઓ શરૂ: ફુડઝોન પાર્કિંગ, સીકયોરીટી સાથે  સેલ્ફીઝોન સહિતના આકર્ષણો

રાજકોટ શહેરમાં કલબ યુવી નવરાત્રી મહોત્સવનું અલગ અંદાઝથી ભવ્યાતિભવ્ય, અદભુત આયોજન કરવામાં આવે છે, 1પ વર્ષ્ની સફળતા બાદ શ્રી ઉમિયાધામ સિદસર પ્રેરીત કલબ યુવી નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. 16માં વર્ષે ખેલૈયાઓ ટ્રેડીશ્નલ ડ્રેસમાં નવરાત્રી મહોત્સવ માણે તે માટેનું સૌરાષ્ટ્રનું સૌથી મોટું આયોજન થયું છે. રાજકોટ શહેરમાં ન્યુ 1પ0 ફુટ રીંગ રોડ પર શિલ્પન સાગાની બાજુમાં, કોકોનેટ પાર્ટી પ્લોટની સામે વિશાળ મેદાનમાં સમગ્ર નવરાત્રી મહોત્સવ યોજાશે

રાજકોટની ઉત્સવપ્રિય જનતામાં નવરાત્રીનું પારીવારીક આયોજન કરતી સંસ્થા કલબ યુવી મોખરાનું સ્થાન ધરાવે છે, રાજકોટના ન્યુ1પ0 ફુટ રીંગ રોડ પર કોકોનેટ પાર્ટી પ્લોટ સામે કલબ યુવી દ્વારા તા. 3 થી 11 દરમ્યાન રાજકોટના આંગણે પારીવારીક માહોલમાં યોજાનારા નવરાત્રી મહોત્સવની સમ્રગ પાટીદાર સમાજ દ્વારા એક પર્વ તરીકે ઉજવણી થશે. જગત જનની ની ઉપાસના માટે પ્રાચીન સંસ્કૃતીને ધબક્તી રાખવા માટે કલબ યુવી દ્વારા સતત 16 માંં વર્ષ્ે અનેરૂ આયોજન થઈ રહયુ છે. દોઢ દાયકા પૂર્વે અર્વાચીન રાસોત્સવને પાિરવારીક માહોલમાં નવરાત્રીનું સ્વરૂપ આપનાર કલબ યુવી એ મા ઉમિયાની ભક્તિની સાથોસાથ સંગઠનની શક્તિનો સરવાળો કરી એક નવી જ કેડી કંડારી છે. સંસ્કારી સુરક્ષ્ીત અને ભક્તિસભર નવરાત્રી મહોત્સવની ભેટ આપનાર કલબ યુવી ખલૈયાઓ ની સાથો સાથ પિરવારના તમામ સભ્યો નવરાત્રી માણી શકે તેવા પાિરવારીક માહોલનું સર્જક બન્યુ છે. રાજકોટના સેકેન્ડ 1પ0 ફુટ રીંગ રોડના પ્રાઈમ લોકેશનમાં આ ભવ્ય નવરાત્રી મહોત્સવ ઉજવાશે જેથી કરીને શહરેથી નજીક હોવાથી ખલૈયાઓ ખાસ કરીને સમાજની દિકરીઓ યુવતીઓને આવક જાવકમાં સલામતી તેમજ સહજતા મળી રહે.

અર્વાચીન રાસોત્સવ ક્ષ્ેત્રે સૈારાષ્ટભરમાં આગવું નામ ધરાવતી શ્રી ઉમિયાધામ સિદસર પ્રેરીત કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં એડવાઈઝરી ડાયરેકટર્સ મૌલેશભાઈ ઉકાણી, સ્મિતભાઈ કનેરીયા, એમ઼એમ઼પટેલ, કાંતીભાઈ ધેટીયા,કાર્યરત છે. અબતકની શુભેચ્છા મુલાકાતમાં ક્લબ યુવીના બોર્ડ ઓફ ડાયરેક્ટર બિપીનભાઈ બેરાએ જણાવ્યું હતું કે કલબ યુવી નવા રંગ રૂપ સાથે નવરાત્રી મહોત્સવની તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. કલબ યુવી હમેંશા કંઈક નવું કરવા અને પિરવર્તનને સ્વીકારવા તત્પર રહયુ છે. આજના ડીઝટલ ટેકનોલોજીના સમયમાં કલબ યુવી ના નવરાત્રી ગ્રાઉન્ડમાં તમામ જગ્યાએ ડીજીટલ સ્ક્રિન લગાવવામાં આવશે.

નવરાત્રી મહોત્સવમાં ગત વર્ષ્ કરતા 39 ટકા મોટુ સૌરાષ્ટ્રનું સૌથી વિશાળ ગ્રાઉન્ડ 1,06,499 સ્કેવર ફુટ મેદાનમાં 1ર,000 ખૈલૈયાઓ રમી શકે અને 30,000 દર્શકો વિવિધ કેટેગરીમાં બેસીને નવરાત્રીનો આનંદ માણી શકે તે માટે સમથળ મેદાનમાં ટુ લેયર કારપેટ, મહેમાનો આમંત્રીતો માટે ખાસ  ગેલેરી, સ્પોન્રશીપ કંપની માટે રપ થી વધુ પેવોલીયન તથા દર્શકો માટે બેઠક વ્યવસ્થા, આર્કષ્ક લાઈટીંગ ટાવર તથા ગ્રાઉન્ડની મધ્યમાં પ0 ફુટની એલ.ઈ.ડી. થી સજજ મિક્સર સ્પેસ તેમજ મેઈન સ્ટેજ ફરતે રાઉન્ડ એલ.ઈ.ડી. સ્ક્રિન ફોરમેટ થી સજાવટ થશે.  કમલ સાઉન્ડ દ્વારા ર,50,000  ની હાઈટેક વીટીએકસ લાઈન એરે સાઉન્ડ સીસ્ટમ ફુડઝેાન કેન્ટીન, ઈન્ટરનલ પાર્કીગ, તથા ટાઈટ સીક્યોરીટી સહીતનું પ્લાનીંગ અમલી બનાવ્યું છે.

કલબ યુવી નવરરાત્રી મહોત્સવમાં દરરોજ મેલલ્ફીમેલ તેમજ ચિડ્રન કેરટેગરીમાં વેલ ડ્રેસ તથા પ્રિન્સ પ્રિન્સેસને ઈનામોની વણઝાર કરવામાં આવશે. કલબ યુવીના સમગ્ર આયોજનને સફળ બનાવવા કલબ યુવીની કમિટીના દિનેશભાઈ ચાપાણી, રજનીભાઈ ગોલ, વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં કડવા પાટીદાર સમાજના ભાઈઓ બહેનો સમગ્ર પારીવારીક વાતાવરણ વચ્ચે મન મુકી નવરાત્રી મહોત્સવને માણી શકે તેવું પારીવારીક વાતાવરણ સર્જાય છે. અબતકની શુભેચ્છા મુલાકાતમાં કલબ યુવી ના બોર્ડ ઓફ ડાયરેકટરો બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, સુરેશભાઈ ઓગણજા, સંદીપભાઈ માકડીયા, નરેન્દ્રભાઈ ધેટીયા, ડો. કપેશભાઈ ઉકાણી, જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયા ઉપસ્થિત રહ્યા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.