• સાંસદ રૂપાલા – ધારાસભ્ય મહેન્દ્રભાઇ પાડલીયાની ઉ5સ્થિતિમાં

ઉમિયાધામ સિદસર પ્રેરીત  કલબ યુવી નવરાત્રી મહોત્સવ ર0ર4 નો પ્રથમ નોરતે અલગ અંદાઝથી ભવ્ય અને પરંપરાગત રીતે શહેરમાં ન્યુ 1પ0 ફુટ રીંગ રોડ પર શિલ્પન સાગાની બાજુમાં, કોકોનેટ પાર્ટી પ્લોટની સામે વિશાળ મેદાનમાં કલબ યુવી રાસોત્સવનો ધમાકેદાર પ્રારંભ થયો હતો. પ્રથમ નોરતે સંપૂર્ણ પારીવારીક માહોલમાં ખૈલૈયાઓએ રાસોત્સવનો આનંદ માણ્યો હતો.

નવરાત્રી મહોત્સવની પૂર્વ સંધ્યાએ તા. ર ઓકટો. બુધવારે મુખ્ય આયોજક ઉમિયાધામ સિદસર પ્રેરીત કલબ યુવી એે કેન્સર કેર ફાઉન્ડેશનના ઉપક્રમે 3000 જેટલા કેન્સર પીડીત દર્દીઓ, કેન્સર નિષ્ણાંત તબીબો, રાજકોટની વિવિધ સંસ્થાઓના હોદેદારો રાજકીય સામાજીક મહાનુભાવો, સાથે પારીવારીક માહોલ વચ્ચે વેલકમ નવરાત્રીની ઉજવણી કરી હતી.  કલબ યુવીની પરંપરા મુજબ રંગબંરંગી ટ્રેડીશ્નલ ડ્રેસમાં ખૈલૈયાઓ મન મુકી ઝુમ્યા હતા. પ્રથમ નોરતે અતિથિ વિશેષ તરીકે સાંસદ સભ્યો પરસોતમભાઈ રૂપાલા ઉદ્યોગપતિઓ મુળજીભાઈ ભીમાણી, મનસુખભાઈ વિરપરીયા, રામજીભાઈ પનારા, જમનભાઈ ભલાણી, કાંતીભાઈ માકડીયા, ધીરૂભાઈ ડઢાણીયા, પ્રફુલભાઈ કાથરોટીયા, એન.જે.પ્રિન્ટર્સના નીલેશભાઈ, શ્યામલ ગુ્રપના અમીતભાઈ ત્રાંબડીયા, શિપન ગુ્રપના સમીરભાઈ કાલરીયા, ગેઈટ વે ગુ્રપના યોગેશભાઈ ગરાળા, લધુ ઉદ્યોગ ભારતીના હંસરાજભાઈ ગજેરા, જયભાઈ માવાણી, શાપર વેરાવળ ઈન્ડ. એસોસી.ના અમૃતભાઈ ગઢીયા, રતીભાઈ સાદરીયા, રસીકભાઈ સુરેન્દ્ર, કેતનભાઈ ભલાણી, એનીમલ હેપલાઈનના મીતલભાઈ ખેતાણી, ઉમિયા પદયાત્રીક પિરવાર ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઉમિયા યુવા સોશ્યલ ગુ્રપના ટ્રસ્ટીઓ સહીતના આગેવાનોએ  માતાજીની આરતીનો લ્હાવો લીધો હતો.

કલબ યુવીના આંગણે અર્વાચીન રાસોત્સવની સાથોસાથ પ્રાચીન પરંપરાને ધબક્તી રાખવા માટે જગતજનની મા ઉમિયાની પૂજન અર્ચન આરતી માટે ગ્રાઉન્ડમાં મા ઉમિયાનું ભવ્યાતિ ભવ્ય મંદિર બનાવવામાં આવ્યુ છે.   કલબ યુવી રાસોત્સવમાં ગઈકાલે પ્રથમ નોરતે વિવિધ કેટેગરી વાઈસ વિજેતા જાહેર કરાયા હતા. જેમાં ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સેસ ત્રાંબડીયા ધાર્મી, પનારા ૠીશીકા, ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ શોલીયા સુમીત, ધોડાસરા દર્શ, ચિલ્ડ્રન પ્રિન્સેસ તરીકે કાસુન્દ્રા વીધી, વાછાણી ભક્તિ, ચિલ્ડ્રન પ્રિન્સ તરીકે નિહાર બેરા, યુગ મણવર, વેલ ડ્રેસ પ્રિન્સેસ તરીકે માકડીયા જીયા, ધેટીયા મીસરી, સવસાણી સાક્ષ્ાી, વેલ ડ્રેસ પ્રિન્સ ધરસંડીયા યુગ, કણસાગરા ધુ્રવ, પાડલીયા જીત, પ્રિન્સેસ તરીકે ધેટીયા માનસી, ચાંગેલા ધારા, ડરાણીયા ભક્તિ, પ્રિન્સ તરીકે હિંગરાજીયા સુનીલ, કાવઠીયા માનવ, ગોલ જયદીપ વિજેતા બન્યા હતા. વિજેતા ખેલૈયાઓને ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા, સિદસર સંગઠન સમિતિના પ્રમુખ કૌશીકભાઈ રાબડીયા, શિલ્પન ગુ્રપના ભરતભાઈ ડઢાણીયા, પીજીવીસીએલના ડેપ્યુટી એન્જી. એચ.એચ. ગણાત્રા, શ્યામલ ગુ્રપના શૈલેષભાઈ ભાલોડીયા, સંસ્કૃતિ ગુ્રપના ૠષિતભાઈ ગોવાણી, કેયુરભાઈ વડાલીયા, કલબ યુવી  નવરાત્રી મહોત્સવના એડવાઈઝરી ડાયરેકટર્સ મૌલેશભાઈ ઉકાણી, સ્મિતભાઈ કનેરીયા, એમ઼.એમ઼.પટેલ, કાંતીભાઈ ધેટીયા, તેમજ કલબ યુવી ના બોર્ડ ઓફ ડાયરેકટરો બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, સુરેશભાઈ ઓગણજા, સંદીપભાઈ માકડીયા, નરેન્દ્રભાઈ ધેટીયા, જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયા એ ઈનામો આપી પ્રોત્સાહીત ર્ક્યા હતા.

કલબ યુવીના નવરાત્રી મહોત્સવમાં પ્રથમ નોરતે ચુનીંદા કલાકારો સિંગર મયુર બુધ્ધદેવ, રાજવી શ્રીમાળી, અક્ષ્ાિલ પાટીલ, જલ્પા સુરતી, અવનીબેન પીઠડીયાનો કાફલો સુર તાલની સુરાવલીના સથવારે ખૈલૈયાઓને ડોલાવ્યા હતા.   કલબ યુવી ટીમના મ્યુઝીક કોર્ડીનેટર સુરેશભાઈ જાવીયા ના માર્ગદર્શન હેઠળ દરરોજ નવી નવી થીમ પ્રસ્તુત કરવામાં આવી રહી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.