51 કાર 151 બાઈક સાથે ર્માં ઉમિયાનું વાજતે ગાજતે ભવ્ય સામૈયુ કરી સ્થાપના
ઉત્સવ પ્રિય રાજકોટની જનતામાં કલબ યુવી દ્વારા તા.ર6-09-20રર થી 04-10-ર0રર દરમ્યાન યોજાનારા સંસ્કારી સુરક્ષીત અને ભક્તિસભર નવરાત્રી મહોત્સવની પૂર્વ સંધ્યાએ વરસાદી માહોલને કારણે વેલકમ નવરાત્રીની ઉજવણી રદ કરવામાં આવી હતી. નવરાત્રી ગ્રાઉન્ડ સ્થળે મા ઉમિયાનું મંદિરમાં વાજતે ગાજતે સ્થાપન કરવામાં આવ્યુ હતુ. ભક્તિસભર અને સંસ્કારી સુરક્ષીત પારીવારીક માહોલ વચ્ચે ઉમિયાધામ સિદસર પ્રેરીત કલબ યુવી રાસોત્સવનો આજે પ્રથમ નોરતે ધમાકેદાર પ્રારંભ થશે.
કલબ યુવીની પરંપરા મુજબ અર્વાચીન રાસોત્સવની સાથોસાથ કડવા પાટીદાર કુળદેવી મા ઉમિયાની પૂજન અર્ચન આરતી માટે ગ્રાઉન્ડમાં મા ઉમિયાનું ભવ્યાતિભવ્ય મંદિર બનાવવામાં આવે છે. સમગ્ર વર્ષ દરમ્યાન મેટોડા ખાતે એન્જલ પંપ દ્વારા મા ઉમિયાની ભવ્ય દિવ્ય મૂર્તીની પૂજા થાય છે. જ્યાંથી વાજતે ગાજતે 51 કાર અને 151 બાઇક સાથે કલબ યુવીની ટીમ તથા પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ મા ઉમિયાની મૂર્તીને નવરાત્રી મહોત્સવમાં સ્થાપન કરવા વાજતે ગાજતે સામૈયા સાથે પ્રસ્થાન કર્યું હતું. ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, નાથાભાઇ કાલરીયા, કાંતીભાઈ માકડીયા, શિવલાલભાઈ આદ્રોજા, દિનેશભાઇ અમૃતીયા, ગીરીશભાઈ ચારોલા, કલબ યુવીના બોર્ડ ઓફ ડાયરેક્ટરો, કોર કમીટી તથા કમીટી મેમ્બર્સ સાથે મેટોડાથી નવરાત્રી સ્થળ સુધીનું સામૈયુ થયુ હતુ. 150 ફુટ રીંગ રોડ પર ધ ટેમ્પલ ખાતે ભુપતભાઇ સંતોકી, દિલીપભાઇ કગથરા, સુરેશભાઇ ચાંગેલા, પ્રવીણભાઇ કનેરીયા, પ્રફુલભાઈ કનેરીયા, સહીતના એ માતાજીનું સ્વાગત કર્યુ હતું ત્યારબાદ ગ્રાઉન્ડ સ્થળે મંદિરમાં માતાજીની મુર્તીનું વિધિવત સ્થાપન કરવામાં આવ્યુ હતું. નવરાત્રી દરમ્યાન માતાજીના દરરોજ જુદા-જુદા શણગાર થશે. તેમ મંદિર સમિતિના વિનુભાઇ મણવરે જણાવ્યું હતુ.
ક્લબ યુવી નવરાત્રી મહોત્સવનું આજથી ધમાકેદાર પ્રારંભ થશે, ક્લબ યુવીની પરંપરા મુજબ પ્રથમ મા ઉમિયાની આરતી બાદ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થશે. કલબ યુવીના ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, વાઇસ ચેરમેન સ્મિતભાઇ કનેરીયા, ક્ધવીનર કાંતીભાઇ ઘેટીયા, ડાયરેકટરો એમ.એમ.પટેલ, શૈલેષ માકડીયા, જવાહરભાઇ મોરી, જીવનભાઇ વડાલીયા, મનસુખભાઇ ટીલવાના માર્ગદર્શન હેઠળ 108ની ટીમ દ્વારા ખેલૈયાઓ અને દર્શકોને સમયસર ઉપસ્થિત રહેવા અપીલ કરાઇ છે.