હોલીવૂડની તર્જ પર બનેલીસૈફ અલીની એડલ્ટ કોમેડી મૂવી
- કલાકારો: સૈફ અલિ, અક્ષય ઓબેરોય, શેહનાઝ ટ્રેઝરીવાલા, દીપક ડોબરીયાલ, કુનાલ રોયકપૂર
- ડાયરેકટર: અક્ષત વર્મા
- મ્યુઝિક: આરકો
- ટાઈપ: એડલ્ટ કોમેડી
- અવધિ: અઢી કલાક
- સૌજન્ય: કોસ્મો પ્લેકસ સિનેમા
- રેટિંગ: ૫માંથી અઢી સ્ટાર
ફિલ્મ વિશે:
૨૦૧૩માં આમીર ખાને ભાણેજ ઈમરાન ખાનને લઈને ફિલ્મ ‘દિલ્લીબેલી’ બનાવી હતી. તેમાં અબ્બાસ ટાયરવાલાનું ડાયરેકશન હતુ આ ફિલ્મ ‘ગાલીપ્રચૂર’ (ગાળાગાળીની ભરમાર) હતી. એંસર બોર્ડે તેને ‘એ’ સર્ટિ આપીને પાસ કરી હતી.
બરાબર આ જ તર્જ પર ફિલ્મ ‘કાલાકાંડી’ બની છે.
જો કે ફિલ્મ ‘દિલ્લી બેલી’માં આમીર ખાનનો થોડો ઘણો ટચ હતો. અને તેની સ્ક્રિપ્ટમાં દમ હતો. એટલે પુખ્ત વયનાઓ માટે ફિલ્મ જોવા જેવી બની હતી. પરંતુ સોરી, ‘કાલાકાંડી’ માટે આવું લખી શકાય તેમ નથી.
ફિલ્મના સ્ક્રિનિંગમાં આવેલા બોલીવૂડ કલાકારોએ ‘કાલાકાંડી’ને એક અલગ જ પ્રકાર (ડીફરન્ટ જોનર)ની ફિલ્મ ગણાવી હતી. આમીરે પણ ટિવટર પર કાલાકાંડીના વખાણ કર્યા હતા !!!
સ્ટોરી: ‘કાલાકાંડી’નો મતલબ અજીબોગરીબ ઈન્સાન અથવા કોઈની પણ પરવા કર્યા વિના જીવતો ઈન્સાન એક જ ફિલ્મમાં ૩ અલગ અલગ સ્ટોરી એક સાથે ચાલે છે.
‘કાલાકાંડી’ સૈફ એક સીધો સાદો ઈન્સાન હતો. કહી શકાય કે ભગવાનનો માણસ હતો. પરંતુ તેને કેન્સર લાગુ પડે છે. અને તે મરવા પડયો છે. ત્યારે તેને લાગે છે કે બધુ તેલ લેવા ગયું, જીંદગીમાં જે નથી કર્યું તે બધુ (મોજમજા) જ હવે કરવું છે.
એકિટંગ: સૈફ અલી ખાનનું પર્ફોમન્સ તેના કિરદારને અનુ‚પ છે. પણ તે આખી ફિલ્મનો ભાર પોતાના ખંભે ઉંચકવામાં નિષ્ફળ રહ્યો છે. હકિકતમાં સૈફને આવા રોલ શૂટ કરે છે. અગાઉ તેણે હોમ પ્રોડકટસનની ફિલ્મ ‘ગો ગોવા ગોન’માં પણ આવી જ ભૂમિકા કરી હતી.
સૈફ સિવાય દીપક ડોબરિયાલ અને કુણાલ રોય કપૂરનો અભિનય પ્રસંશાને પાત્ર છે. પંજાબી અભિનેતા અક્ષય ઓબેરોય, શેહનાઝ ટ્રેઝરીવાલા વિગેરે માત્ર ચીંધ્યું કામ કરી ગયા છે.
મ્યુઝીક: ફિલ્મનું મ્યુઝિક પાસુ તદ્ન નબળું છે. એક પણ ગીત હીટ નથી. બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ઘોઘાટીયું છે. આરકોએ વિદેશી ટયૂન પર જ મ્યુઝિક પીરસ્યું છે. જો કે સ્ટોરીની માંગ મુજબ એ જ‚રી પણ હતુ. વધુ મહેનત કરવી પડી નથી.
ડાયરેકશન: ‘દિલ્લી બેલી’ના રાઈટર અક્ષત વર્માએ આ વખતે ફિલ્મ કાલાકાંડીના ડાયરેકશનની ધૂરા સંભાળી છે. ફિલ્મની ત્રણેય સ્ટોરીક મુંબઈની પૃષ્ઠભૂમિ પર આધારીત છે. એટલે ડાયલોગમાં બમ્બૈયા છાંટ જોવા મળે છે. તેમણે બધું ધ્યાન સૈફ પર કેન્દ્રીત કર્યું અને દ્વિઅર્થી સંવાદો તેમજ બીભત્સ દ્રશ્યોને ઠાંસી ઠાંસીને ભરવામાં ફિલ્મ ઈન્ટરવલ પછી ટ્રેક પરથી ઉતરી જાય છે. સેક્ધડ હાફ ખૂબ બોરિંગ છે. સંગીત પર જરાય ધ્યાન અપાયું નથી.
ફિલ્મને અઢી કલાકને બદલે ૨ કલાકમાં પૂરી કરી દેવાની જ‚ર હતી. એક વાતની તારીફ કરવી પડશે કે તેમણે હોલીવૂડની તર્જ પર બોલ્ડ ફિલ્મ બનાવી છે. જે માત્ર પુખ્ત વયના લોકો જ જુએ.
ઓવરઓલ: ફિલ્મ ‘કાલાકાંડી’ સૈફ અલી ખાનના ચાહકોને ગમશે અઢી કલાકની આ ફિલ્મ બોરિંગ તો છે જ સાથોસાથ પરિવાર સાથે બેસીને જોઈ શકાય તેવી નથી.
બીજી કઈ ફિલ્મ રીલીઝ થઈ: કાલાકાંડી સાથે અન્ય બે બોલીવૂડ ફિલ્મો મુકકાબાજ અને ૧૯૨૦ રીલીઝ થઈ છે.