રામમંદિરના ર્જીણોદ્ધાર-રામ પરિવારની નૂતન મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા થશે
સુરજકરાડીના આવેલા શ્રીરામ મંદિરના ર્જીણોદ્ધાર તેમજ નૂતન મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આવતીકાલ તા.૮મી ફેબ્રુઆરીથી ૧૦મી ફેબ્રુઆરી સુધી યોજાનાર છે. ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવમાં મુખ્ય અતિથિપદે સ્થાનીય સાંસદ પુનમબેન માડમ તથા સ્થાનીય સાંસદ પબુભા માણેક સહિત સ્થાનીય રાજકીય, ધાર્મિક, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. ધાર્મિક પ્રસંગો આચાર્ય શૈલેષભાઈ અત્રી (લાંબાવાળા) તથા મહંત ૧૦૮ પ.પૂ.ગોવિંદદાસજી (ચોર્યાસી ધુણા-બેટ)ની આગેવાનીમાં સંપન્ન કરાવાશે. જેમાં તા.૮મીએ શુક્રવારે મૂર્તિની નગરયાત્રા સવારે ૯ કલાકે આવળમાતાજી મંદિરથી રામમંદિર સુધી થશે. દેહશુદ્ધિ પ્રાયશ્ચીત કર્મ સવારે ૧૦ કલાકે, ગણેશ સ્થાપના સવારે ૧૧:૩૦ કલાકે, મંડપ પ્રવેશ બપોરે ૩ વાગ્યે, અગ્નિ સ્થાપના સાંજે ૫ કલાકે, નૈવેદ્ય આરતી સાંજે ૬ કલાકે થશે. તા.૯મીએ શનિવારે સ્થાપિત દેવોની પુજા સવારે ૯ કલાકે, ગ્રહ હોમ સવારે ૧૧ કલાકે, મૂર્તિના જલાધિવાસ બપોરે ૧૨ કલાકે, મૂતિના ધાન્યાધિવાસ બપોરે ૩ કલાકે, મૂર્તિના શયનાધિવાસ સાંજે ૫ કલાકે તેમજ નૈવેદ્ય આરતી સાંજે ૬ કલાકે થશે. તા.૧૦મીએ રવિવારે સ્થાપિત દેવોની પુજા સવારે ૯ કલાકે, પ્રધાન હોમ (રામરક્ષા સ્ત્રોત) સવારે ૧૦ કલાકે, પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વ વિધિ (ન્યાસ) સવારે ૧૧:૩૦ કલાકે, મૂર્તિઓની નીજ સ્થાને પ્રતિષ્ઠા બપોરે ૩ કલાકે, પૂર્ણાહુતિ હોમ સાંજે ૫:૩૦ કલાકે તેમજ નૈવેધ આરતી સાંજે ૬ કલાકે યોજાશે. મહાપ્રસાદી તા.૧૦મીએ રવિવારે બપોરે ૧૨:૩૦ કલાકે આવળ માતાજીના મંદિર સુરજકરાડી ખાતે યોજાનાર હોવાનું શ્રીરામમંદિર સેવા સમિતિના હિંમતલાલ ગોરધનદાસ વિઠ્ઠલાણી (હેતાભાઈ), પરિમલભાઈ દાસાણી તેમજ કારાભા બી.માણેકની યાદીમાં જણાવાયું છે.