૧લી જાન્યુઆરી ૨૦૧૯ની લાયકાતની તારીખના સંદર્ભમાં મથદારયાદીની ખાી સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત મતદાર યાદીની આખરી પ્રસિઘ્ધી બાદ મતદાર યાદીની સતત સુધારણાની કામગીરી ચાલુ થનાર છે. ચુંટણી પંચ દ્વારા વર્ષ ૨૦૧૯ ને કોઇપણ મતદાર રહી ના જાય (No Voter be Laft Behind) જાહેર કરેલ છે. આ સંદર્ભમાં મતદાર તરીકેની લાયકાત ધરાવતા મતદાર તરીકે નોંધણી માટે રહી ના જાય તે ખુબજ જરુરી છે. આ માટે ચુંટણી પંચ દ્વારા વોટર વેરીફીકેશન એન્ડ ઇન્ફોરમેશન પ્રોગ્રામ (વીવીઆઇપી)કાર્યક્રમનું આયોજન કરેલ છે.
કલેકટર રાવલે જણાવ્યું હતું કે ભારતના ચુંટણી પંચ દ્વારા કોઇપણ મતદાર રહી ના જાય તેવું જાહેર કરેલ છે. જે અનુસંધાને લાયકાત ધરાવતા કોઇપણ મતદારો મતદાનની વંચિત ન રહે તે માટે ટેકનોલોજીનો સંપૂર્ણ ઉપયોગ કરી પોતાના નામની ખાત્રી કરી લે તેમજ મતદારયાદીની આખરી પ્રસિઘ્ધી બાદ પણ જો કોઇનું નામ રહી ગયું હોય તો ૬ નંબર ફોર્મ ભરી ઉમેરી શકાશે. યુવા મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તે માટે કોલેજના આચાર્યશ્રીઓને મતદાર જાગૃતિ કેમ્પનું આયોજન કરવા સુચના આપી હતી. તથા રાજકીય પ્રતિનિધિઓને સાથ સહકાર આપવા અપીલ કરી હતી.
નાયબ જીલ્લા ચુંટણી અધિકારી ઉધાડે મતદાર પોતાનું નામ કઇ રીતે જાણી શકે તે માટે ચુંટણી પંચ દ્વારા voter helpline એપ. શરુ કરી છે. જેમાં દરેક મતદાર પોતાની તમામ વિગતો ચેક કરી શકશે ઉ૫રાંત નામ ઉમેરવા , કર્મી કરવા તથા સુધારા સહીતની કામગીરી પણ આ એપ.માં જરુરી આધાર પુરાવા એડ કરીને કરી શકાશે. તેમ જણાવ્યું હતું. તથા દરેક જીલ્લામાં ૧૯૫૦ નંબર ટોલ ફ્રી કોલ સેન્ટર શરુ કરવામાં આવશે જેમાં મતદારયાદી સબંધીત જાણકારી મળી શકશે. તા.રપમી જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે અનુસંધાને ખંભાળીયા યોગ કેન્દ્ર ખાતે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે.