નવરાત્રી નિમિતે ખાસ તૈયાર કરેલા ગીતો ગુરુવારે યુ-ટયુબ પર લોન્ચ થશે
નવરાત્રીના નવલા નોરતામાં અઢારેય વરણ અને દરેક વયની વ્યકિતને ગમે બાળકો, યુવાઓ અને વડીલો ત્રણેયની વચ્ચે સાંકળરૂપ બને તેવા ગીતો આઈ મોગલને અરજ અને આઈ નાગબાઈ માંનું ઐતિહાસિક ગીત રજુ થઈ રહ્યું છે. જેમાં ગુજરાતની સંસ્કૃતિને અને તેના લોકઢાળોને જીવંત રાખવા નવા રૂપ રંગમાં આ ગીતોમાં કંડારાયેલા છે.
જેમાં અત્યારના યુવાનોને ધ્યાને લઈ એમને ગમતું વેસ્ટર્ન કલ્ચરને આપણા દેશી ઢબમાં ઢાળી રજુ કરવામાં આવ્યું છે. વેસ્ટર્ન કલ્ચરમાં ગણાતા રેપ ગીતોને સપાખરા રૂપે એટલે કે આપણા સાંસ્કૃતિક વારસાને જાળવવાનો એક પ્રયાસ કર્યો છે.
આ ગીતનું સંગીત અને રેકોર્ડીંગ નયન રાઠોડે કરેલ છે અને આ ગીતની રચના અને સ્વર પ્રવિણભા ચારણિયા (પ્રવિણભાઈ ગોગીયા)એ આપેલ છે. આ ગીત ટુંક સમયમાં યુ-ટયુબ પર લોન્ચ થશે. આઈ મોગલને અરજ ગીત તા.૨ને મંગળવારના રોજ રજુ થશે અને આઈ નાગબાઈ માંનું ઐતિહાસિક ગીત તા.૪ને ગુરુવારના રોજ યુ-ટયુબ પર લોન્ચ થશે.