દશનામ ગોસ્વામી જાગૃતી મંડળ દ્વારા ૪૮૦ છાત્રોને સન્માનીત કરાશે: ૧૩મીએ પરીચય મેળો.
દશનામ ગોસ્વામી જાગૃતી મંડળ દ્વારા શહેરના તેજસ્વી વિદ્યાર્થીઓને સત્કારવાનો કાર્યક્રમ આવતીકાલે બપોરે ૧ કલાકે હેમુગઢવી હોલ ખાતે રાખવામાં આવ્યો છે. આ અંગેનીવિસ્તૃત વિગત આપવા પ્રમુખ પ્રવિણ ભારથી, મંત્રી જયોતિષગીરી, અશ્ર્વીનગીરી, પ્રવિણપુરી, વિનોદભારથી, પંકગ ગીરી, રાજેશગીરી, વિપુલગીરી, ગજેન્દ્રપુરી, દીપકગીરી, સતીષગીરી, પ્રફુલગીરી અને મહેશગીરીએ અબતકની મુલાકાત લીધી હતી.
દશનામ ગોસ્વામી જાગૃતી મંડળ છેલ્લા ૨૫ વર્ષથી દર વર્ષ લગભગ ૫૦૦થી ૬૦૦ વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરે છે. આ વર્ષે પણ ધો. ૧ થીકોલેજ કક્ષા સુધીના ૮૦ ટકાથી વધુ માર્કસ મેળવનાર છાત્રોને પ્રોત્સાહીત કરવામાં આવશે. આ ઉપરાંત દશનામ સમાજના વિશષ્ટ વ્યકિતઓનું પણ સન્માન કરવામાં આવશે.
વધુમાં સંસ્થા દ્વારા આગામી ૧૩મીએ યુવક-યુવતી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ મ્યુ. કોર્પો. હોલ ખાતે સવારે ૯ કલાકે આ મેળા યોજાશે જેમાં ૨૫૦ જેટલા ઉમેદવારો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત માહિતી પુસ્તીકાનું વિમોચન પણ કરવામાં આવશે. દશનામ ગોસ્વામી સમાજ દ્વારા આગામી ૧૭મી જૂને પણ ૧૦૦૦ વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ નોટબુકો રાહત દરે વિતરણ કરવાનું આયોજન કરવામા આવ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,