લોકસભાની ચૂંટણીના કાર્યક્રમો ઘડી કઢાશે
ભારતીય જનતાપાર્ટીની યોજના અનુસાર રાષ્ટ્રીય તેમજ પ્રદેશ કક્ષાએ ભાજપાની કારોબારી બેઠક પૂર્ણ થયા બાદ શહેર કક્ષાએ ભાજપની કારોબારી યોજાતી હોય છે. અને ત્યારબાદ વોર્ડ કારોબારી યોજાય છે. ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં રાજકોટ શહેર ભાજપની કારોબારી બેઠક આવતીકાલે બુધવારે મેયર બંગલો, રીંગરોડ પાસે સાંજે ૭ થી ૯ યોજાશે. જેમાં આગામી લોકસભા ૨૦૧૯ની ચૂંટણીને અનુલક્ષીને કાર્યક્રમો ઘડી કાઢવામાં આવશે .
તેમજ આ કારોબારી બેઠકમાં દેશના વડાપ્રધાન અને ભારત રત્ન અટલબિહારી બાજપાયીને શ્રધ્ધાંજલી આપતો શોક પ્રસ્તાવ તેમજ અભિનંદનક પ્રસ્તાવ, રાજકીય પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બાળપણને ઉજાગર કરતી સામાજીક સંદેશો ફેલાવતી ફિલ્મ ‘ચલો જીતે હૈ’નું પ્રસારણ અને ‘ભીમ એપ’ તથા ‘નમો એપ’ ડાઉનલોડ વિશે માહિતી આપવામાં આવશે. તો આ કારોબારી બેઠકમાં અપેક્ષીતોને સમયસર ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે અનુરોધ કર્યો છે.