વિજ્ઞાન અને કૃષિ મેળા પ્રદર્શન ખુલ્લુ મુકાશે: સભામંડળ અને શોભાયાત્રાની તડામાર તૈયારીઓ
રાજકોટ સ્વામિનારાયણ ગુ‚કુલના સ્થાપક શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીના દીક્ષા શતાબ્દી ભાવાંજલી મહોત્સવના આવતીકાલે તા.૨૧.૧૨ ને ગૂરૂવારના રોજ પ્રારંભ થશે. રાજકોટમાં ઢેબર રોડ સ્થિત સ્વામિનારાયણ ગૂરૂકુલ ખાતે બપોરે ૪ કલાકે ગૂરૂદેવ જીવન કવન દર્શન તથા વિજ્ઞાન મેળાનું ઉદઘાટન કરવામાં આવશે.
સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટના આંગણે યોજાનાર ભાવાંજલી મહોત્સવના ઉપક્રમે યોજાનાર પ્રદર્શનનો લભા લેવા અનુરોધ કરાયો છે. આ કાર્યક્રમમાં શાસ્ત્રીજી મહારાજના સંતજીવનને ઉજાગર કરતું પ્રદર્શન રાષ્ટ્ર સુરક્ષા શસ્ત્રોનું પ્રદર્શન,એગ્રીકલ્ચર પ્રદર્શન તથા માઈક્રો ઈરિગેશન સિસ્ટમ્સ, ત્રણ ઓડીટોરીયમમાં વ્યસન મૂકિત પારિવારીક ભાવના તથા નીલકંઠ જીવન ર્દાન ટેલિફિલ્મ તથા લેસર શો અને વિજ્ઞાનના અવનવા પ્રયોગોનો સાયન્સ ફેરનો સમાવેશ કરાયો છે.
જેમાં સોલાર સાયકલ , સોલાર કાર, સોલાર રોપવે, વાઈબ્રન્ટ મશીન, તોપ, કાર પાર્કિંગ લીપ, દાંત દ્વારા સાંભળી શકાય કચરાનું વ્યવસ્થાપન સ્માર્ટ સિટી બમ્પ દ્વારા વિધુત ઉત્પાદનક થ્રી ડી હોલોગ્રાફીક ઈમેજ, રોબોર્ટ વિગેરેનો સમાવેશ થાય છે. આવતીકાલે બપોરે ૪ કલાકે પ્રારંભ થયા બાદ તા.૨૪ સુધી દરરોજ સવારે ૮ થી સાંજના ૮ કલાક સુધી ખુલ્લુ રહેશે જેનો વધુમાં વધુ લોકો વિદ્યાર્થીઓ, ભાવિકજનોને લાભ લેવા અનુરોધ કરાયો છે.
ઉદઘાટન વિધી બાદ આવતીકાલે સાંજે ૫ કલાકે રાસોત્સવનો પ્રારંભ થશે. જેમાં ભાવાંજલી મહોત્સવ નિમિતે થયેલા ૫૧ હજાર કલાક અખંડધૂન તથા ૨૫ લાખ હરિસ્મૃતિ તથા વંદુના પાઠ ઉપક્રમે સંકીર્તન સાથે ૧૦૦ કલાક રાસોત્સવનો પ્રારંભ થશે.પ્રભુસ્વામીના વધુમાં જણાવ્યું હતુ કે પ્રદર્શન તથા વિજ્ઞાન મેળાનું આવતીકાલે સાંજ ૪ વાગ્યે થશે કાયર્રકમ્રમાં જીલલા શિક્ષણાધિકારી ડો.એમ.આર. સગારકા, પ્રાથમિક જીલ્લા શિક્ષણાધિકારી ડો.એન.એ. હરિયાણી, સામાજીક અગ્રણી ગોવિંદભાઈ ખૂંટ, ગીરીશભાઈ ભીમાણી, નરેન્દ્રસિંહ ઠાકુર, ગીજુભાઈ ભરાડ, હંસરાજભાઈ ગજેરા, ચિમનભાઈ હપાણી, રમેશભાઈ ભાયાણી સહિતના ઉપસ્થિત રહેશે.
ભાવાંજલી મહોત્સવની તડામાર તૈયારી થઈ રહી છે. જેમાં સભા મંડપમાં ત્યાગ વલ્લભદાસજી સ્વામી તથા પૂર્ણપ્રકાશદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકો કાર્યરત છે.
રસોડા વિભાગમાં ગોવિંદસ્વામી, કૃષ્ણસેવાદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ નવનીતભાઈ માકેસણા, કમલેશ ભગત, ઘનશ્યામભાઈ મટુકી વાલા, રમેશભાઈ ચાંગાણી, મનસુખભાઈ સતાણી, મનીષભાઈ વગેરે તથા શોભાયાત્રા તેમજ સુશોભન વિભાગમાં સંતવલ્લભદાસજી સ્વામી, વિશ્ર્વસ્વ‚પદાસજી સ્વામી કાર્યરત છે. શોભાયાત્રામાં ભકિતતનયસ્વામી, સ્વયંપ્રકાશદાસજી સ્વામી, નવીનભાઈ કોટડીયા કાર્યરત છે. આ ઉપરાંત હરિવદન સ્વામી, સુજ્ઞસ્વામી, વિશ્ર્વસ્વ‚પ સ્વામી, વિવેકસ્વામી, અભિષેકસ્વામી વગેરે સંતો તથા હરિભકતો પ્રદર્શનને આખરી ઓપ આપી રહ્યા છે.
સભા સ્ટેજ વ્યવસ્થામાં હરિપ્રિયદાસજી સ્વામી, શ્ર્વેતસ્વામી, જનમંગલદાસજી સ્વામી, વિરકતસ્વામી કાર્યરત છે.
સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન તથા નિર્દેશક પૂ. ધર્મવલ્લભદાસજી સ્વામી, દેવપ્રસાદદાસજી સ્વામી, સંતવલ્લભદાસજી સ્વામી, ભકિતવલ્લભસ્વામી, હરિપ્રિયસ્વામીના માર્ગદર્શન હેઠળ વસંતભાઈ લીંબાસીયા, પ્રેમજીભાઈ ભોરણીયા, રૂગનાથભાઈ દલસાણીયા, ડો. ધીયાડ, હરકાંતભાઈ છનીયારા, કાંતીભાઈ પટેલ, વાલજીભાઈ બારેવડિયા, રામજીભાઈ ટીલાળા, પ્રવીણભાઈ કાનાબાર કાર્યરત છે.