નૃત્ય કલાના કલાકારો માટે રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે પ્રથમ વાર “કલ કે કલાકાર” કાર્યક્રમની પૂર્વ કસોટીનું આયોજન કરાયું હતું, બે દિવસ માટે યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ 37 મહિલા અને પુરૂષ કલાકારો તેમની નૃત્યકલાના કામણ રાજકોટની જનતા સમક્ષ પેશ કરશે.
રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમી અને યુવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી, રાજકોટ દ્વારા “કલ કે કલાકાર-શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ 2022-23” પૂર્વ કસોટી(ઓડીશન) રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે યોજાઇ હતી.
37 થી વધુ કલાકારો તેમની નૃત્યકલાનાં કામણ પાથરશે
આ પૂર્વ કસોટી પ્રતિયોગિતામાં 17 થી 25 વયના પ્રતિયોગીઓએ 12 જેટલી શાસ્ત્રીય નૃત્યની કલાકૃતિઓ રજૂ કરી હતી, જેમાં ગુજરાતના વિભિન્ન રાજ્યોના નૃત્યકારોએ ભરતનાટ્યમ, કથ્થક, ઓડીસી, મણિપુરી સહિતની વિભિન્ન નૃત્ય કલાને રજૂ કરી હતી. આ અવસરે કચ્છથી આવેલ સ્પર્ધક બાગેચંદેએ જણાવ્યું હતું કે શાસ્ત્રીય નૃત્ય એ આગામી પેઢીને નૃત્યનો પરિચય આપે છે. અને શોખ સાથે કલાને શહેર, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્ર સુધી પહોંચવાની વિશેષ તક પુરી પાડે છે.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી હિતેશ દિહોરા, પ્રાંત યુવા વિકાસ અધિકારી રાજેશ લકુમ, રાજકોટના સહાયક માહિતી નિયામક સોનલબેન જોષીપુરા, તેમજ નિર્ણાયકઓ ડો. એશ્વર્યા વોરિયર, ડો. સ્વાતિ મહેતા, સુપ્રભા મિશ્રા, અવનીબેન પગર અને કૃપલબેન સોમપુરા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડિમ્પલબેન મોદીએ કર્યું હતું.
શાસ્ત્રીય નૃત્ય એ આગામી પેઢીને નૃત્યનો પરિચય આપે છે.
અને શોખ સાથે કલાને શહેર, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્ર સુધી પહોંચવાની વિશેષ તક પુરી પાડે છે . દિવ્યાંગ બાળકોમાં પ્રદર્શિત કરવા માટે પૂરું પાડવાનું કામ રાજ્ય સરકાર સુપેરે નિભાવી રહ્યા છે કલાકારોને આગળ આવવાની તકોનું નિર્માણ કરવામાં ગુજરાત સરકાર રહી છે આપણા કલાકારો ના ગુજરાત સાંસ્કૃતિક વારસાનું જતન કરવા ઉદેશી અને પૂરી પરિપૂર્ણ કરવા છે વાળાના ગામડામાંથી માંડીને શહેર સુધી કલાત્મક વાતાવરણનું નિર્માણ કરી પ્રતિભાશાળી કલાકારોને આગળ આવવાની તકોનું નિર્માણ કરવા અને કલાકારોને જાળવી રાખીને પુરસ્કૃત કરવાના અભિગમ સાથે પ્રતિવર્ષ કલ કે કલાકાર કાર્યક્રમનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ થકી કલાકારો ને પોતાની સલાહ ને ઉજાગર કરવા પ્લેટફોર્મ મળી રહે છે