ટચુકડા એવા કોરોના વાયરસને દોઢ વર્ષ કરતા વધુ સમય વિતી ગયો હોવા છતાં તેની તીવ્રતા ઓછી અંકાઈ રહી નથી. કોરોના કાચિંડાની જેમ કલર બદલી રહ્યો છે. ત્યારે હવે આગામી સમયમાં ત્રીજી લહેરની ભીતિ તોળાઈ રહી છે. કોરોનાના ત્રીજા તબક્કાને લઇ લોકોમાં અત્યારથી જ ડર પેસી ગયો છે. પરંતુ અહીં ડરવાની નહીં પરંતુ સતર્કતા અને સાવચેતીની જરૂર છે.
કોરોના વાયરસનો નવો વેરિએન્ટ સામે નહીં આવે તો ત્રીજી લહેરનો ખતરો ઓછો: સંશોધકોનો અભ્યાસ
કોરોનાની ત્રીજી નહીં પણ આવનારી તમામ લહેરને ટાળવા રસીકરણ અને નિયમ પાલન અનિવાર્ય શરત!!
તાજેતરમાં એવા પણ અહેવાલો પ્રકાશિત થયા હતા કે કોરોનાની સંભવીત ત્રીજી લહેર બીજી લહેર કરતા પણ વધુ ઘાતકી સાબિત થશે. અને દરરોજના દોઢ લાખથી વધુ કેસ નોંધાશે. પરંતુ આ વચ્ચે એક રાહતના સમાચાર એ છે કે આઈઆઈટી- કાનપુરના સંશોધકોએ અભ્યાસમાં જણાવ્યું છે કે કોરોનાની ત્રીજી લહેર બીજી લહેર જેટલી ઘાતકીની સાબિત થશે નહીં. પણ આ માટે એ જરૂરી છે કે કોરોનાનો નવો વેરિએન્ટ સામે આવે નહીં. એટલે કે જો કાકીડા જેવો કોરોના કલર નહીં બદલે તો ત્રીજી લહેર ચાલી પણ જશે અને ખબર પણ નહીં પડે.
કાનપુર આઈઆઈટીનું ગાણિતિક મોડેલ સૂચવે છે કે આ મહિનામાં ચેપના કેસોમાં વધારો થયો છે એ પરથી એવું ન કહી શકાય કે ત્રીજી લહેર આવી ગઈ અને ત્રીજી લહેરને કારણે રાકેશ વધી રહ્યા છે પરંતુ હકીકતમાં આ કેસ વધવા પાછળનું કારણ મળેલી છૂટછાટ અને નિયમો હળવા કરાતા લોકોની મૂર્ખાઈ છે. અને જો આવું રહેશે તો આનાથી સૌથી ખરાબ પરિસ્થિતિમાં ઓક્ટોબરમાં દૈનિક કેસોની સંખ્યા 1 લાખથી વધુ થઈ શકે છે.
બીજી તરંગની ટોચ મે મહિનામાં એક દિવસમાં 4 લાખ કેસને સ્પર્શી ગઈ હતી. આઈઆઈટીના નેશનલ “સુપર મોડલ” અભ્યાસના મનિન્દ્ર અગ્રવાલે જણાવ્યું કે વ્યક્તિએ જાગૃત રહેવું જોઈએ. કોવિડ-યોગ્ય વર્તન ચાલુ રાખવું જોઈએ. નિયમ પાલનમાં બાંધછોડ કરવી જોઈએ નહીં. અને હા, રસીકરણ મહત્તમ સ્તર સુધી ઝડપી બનવું જોઈએ.
તેમણે વધુમાં જણાવતા કહ્યું કે ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બર સુધીમાં કેસમાં થોડો વધારો થશે. તેનું મુખ્ય કારણ એ છે કે લોકડાઉન હટાવવામાં આવ્યું છે. તે કોઈ નવા વેરિઅન્ટને કારણે નથી. ક્યાંય પણ કોઈ નવા મ્યુટન્ટની નિશાની નથી. તેથી, નવા વેરિઅન્ટ વિના, ત્રીજી તરંગ માત્ર એક સામાન્ય લહેર હશે, ઘાતકી નહીં.
“રસીની રસ્સાખેંચ” યથાવત: સપ્ટેમ્બરથી જર્મની પણ “બુસ્ટર” દેવા તત્પર
કોરોના આવ્યો ત્યારથી લઇ અત્યાર સુધી રાશિને લઈ ભારે ખેંચતાણ ચાલી રહી છે. અગાઉ રસીની કિંમત, તેની આડઅસર, તેની અસરકારકતા તો સાચવણીને લઈ પ્રશ્નો હતા. પરંતુ હવે રસીના કેટલા ડોઝ આપવા..? કેટલા સમયાંતરે આપવા..? તેમજ બે રસીને ભેગી કરી કેવી રીતે ડોઝ આપવા..? તે પર હવે પ્રશ્નો ઊભા થયા છે. હાલ કોરોના સામેની વૈશ્વિક લડાઈમાં જીત મેળવવા વિશ્વભરના મોટાભાગનાં દેશોમાં રસીકરણ ઝુંબેશ ઝડપથી ચાલી રહી છે. નાગરિકોને એક અથવા બે ડોઝ આપ્યા બાદ હવે રસીનું મિશ્રણ કરી ડોઝ આપવા પર કવાયત શરૂ થઇ ગઇ છે. ત્યારે આ બુસ્ટર ડોઝ આપવા જર્મની તત્પર થયું છે.
જર્મની સપ્ટેમ્બર માસથી કોવિડ બૂસ્ટર શોટ આપવાનું શરૂ કરશે. નોંધનીય છે કે જર્મનીમાં 12 થી 17 વર્ષના બાળકો માટે પણ રસી આપવાનું શરૂ કરવામાં આવી રહ્યું છે. ત્યારે અંગે સ્થાનિક આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, ડેલ્ટા વેરિઅન્ટના ફેલાવા અંગેની ચિંતા વચ્ચે બુટર ડોઝ 12 થી 17 વર્ષના બાળકોને રસીકરણ માટે માળખું સરળ બનાવશે. આરોગ્ય મંત્રી જેન્સ સ્પાહ્ન અને તેમના 16 પ્રાદેશિક સાથીઓ વાતચીત પછી સંમત થયા હતા કે હવે વૃદ્ધો અને સંક્રમણના ખતરા વાળા લોકોને બૂસ્ટર શોટ લેવો જોઈએ.