સામગ્રી
એક કપ કાજુનો અધકચરો ભૂકો
એક કપ તાજું છીણેલું નારિયેળ
પોણો કપ સાકર
પા ચમચી એલચીનો ભૂકો
થોડા તાંતણા ગરમ દૂધમાં પલાળેલું કેસર
ચાર ચમચા ઘી
અડધો કપ પાણી
સજાવટ માટે
4-6 કાજુ
બનાવવાની રીત
સૌ પ્રથમ એક જાડા તળિયાવાળા પેનમાં ઘી ગરમ કરો. ગરમ થાય એટલે કાજુનો ભૂકો તેમજ કોપરાનું ખમણ ઉમેરી 7-8 મિનિટ સુધી ધીમા તાપે સાંતળો. થોડો બ્રાઉન કલર આવે એટલે એમાં સાકર અને અડધો કપ પાણી ઉમેરો. બરાબર મિક્સ કરીને સાકર પીગળે ત્યાં સુધી ચડવા દો. ત્યાં સુધી સતત હલાવતા રહેવું. છેલ્લે એલચીનો ભૂકો અને કેસર ઉમેરી બરાબર હલાવો.
સર્વિંગ બાઉલમાં શીરો કાઢી એને કાજુથી સજાવો અને પીરસો. આ શીરાને ઘીવાળી થાળીમાં પાથરી ચોરસ ટુકડામાં કાપીને પણ પીરસી શકાય.