એક તરફ ઘણી બોલિવુડ સેલિબ્રિટીઓ સોશિયલ મિડિયા પર એક્ટિવ છે ત્યારે કેટલીક સેલિબ્રિટીઓ એવી પણ છે, જે સોશિયલ મિડિયા પર ઓછી જ જોવા મળે છે તેવી સેલિબ્રિટીઓ પૈકી કાજોલ પર એક છે જેઓ જવલ્લે પોતાના પતિ અને બાળકો સાથેની તસ્વીરો શેર કરે છે. એક રીપોર્ટ અનુસાર કજોલને સોશિયલ મિડિયા પર એક્ટિવ રહેવું પસંદ નથી અને સોશિયલ મિડિયાનો કેટલોક પાર્ટ પસંદ છે. પરંતુ બધું જ નહી ઘણી વાર તે મને ખુબ જ જવાબદારી વાળુ અને માથાના દુખાવા સમાન કામ લાગે છે.મને ખબર છે કે ઘણા લોકોને સોશિયલ મિડિયા પર રહેવુ ગમે છે. પણ હું તેવા લોકોમાની નથી. ઉલ્લેખનીય છે કે કાજોલના પતિ તેમજ અભિનેતા અજય દેવગન પણ સોશિયલ મિડિયા પર જવલ્લે જોવા મળે છે તે સિવાય ઘણા બોલીવુડ સ્ટારો સોશિયલ મિડિયાથી દૂર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.