કાલે સવારે પારસ હોલ ખાતે સંગઠનના હોદ્દેદારો, વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાશે

જુની સાંકળીમાં ૬૦૦ થી વધુ કાર્યકરો સ્વાગત કરશે

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો રાજકોટ જિલ્લામાં સર્વ પ્રથમ પ્રવાસનું આયોજન થયેલ હોય. પ્રદેશ પ્રમુખના આગમનને સત્કારવા રાજકોટ જિલ્લા ભાજપા દ્વારા રાજકોટ જિલ્લાના તમામ મંડલોના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ સાથે હર્ષની રેલી સાથે ભવ્યાતિભવ્ય સત્કાર સમારંભ રાખવામાં આવેલ છે.

તેમ જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, રાજકોટ જિલ્લા ભાજપા અધ્યક્ષ, ડી.કે.સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતિભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, નિર્મલા રોડ પર આવેલ પારસ સોસાયટી હોલ ખાતે પ્રથમ બેઠક તા.૨૧ ઓગસ્ટને શુક્રવારના રોજ સવારે ૧૦:૩૦ થી ૧૨:૦૦ કલાકે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને મર્યાદિત સંખ્યામાં અપેક્ષિત પ્રદેશના હોદ્દેદારો, પ્રદેશ મોરચાના હોદ્દેદારો, જિલ્લા પ્રભારી, જિલ્લાના હોદ્દેદાર, જિલ્લાના મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, વર્તમાન અને પૂર્વ સાંસદ અને ધારાસભ્યો, પૂર્વ જિલ્લા પ્રમુખો, પૂર્વ પ્રદેશ હોદ્દેદારો, બોર્ડ નિગમના ચેરમેન, મંડલના પ્રમુખ-મહામંત્રીઓ, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ, બારોબારી ચેરમેન, આઈ.ટી.સેલ અને સોશિયલ મીડિયાના ઝોન, જિલ્લા અને મંડલના પદાધિકારી અન્ય સીનીયર આગેવાનો ઉપસ્થિત રહેશે.

ઉપરાંત પ્રદેશ પ્રમુખ સાથે બીજી બેઠક બપોરે ૧૨:૩૦ થી ૧:૩૦ સહકાર ક્ષેત્રના અગ્રણીઓ, આગેવાનો, વિવિધ સામાજીક અગ્રણી, ઉદ્યોગપતિઓ, ખેડૂત આગેવાનો, કટોકટી સમયના આગેવાનો સાથે વન ટુ વન બેઠક રાખવામાં આવેલ છે.

વધુમાં સખીયા, મેતાએ જણાવ્યું હતું કે, પ્રદેશ પ્રમુખને સત્કારવા આતશબાજી અને રાષ્ટ્રભક્તિના ગીતો સાથે ડીજે બેન્ડની મીઠી સુરાવલીઓ સાથે કાર્યકર્તાઓ રમઝટ સાથે પ્રમુખ સી.આર.પાટીલના આગમને સત્કારશે. રાજકોટ જિલ્લાના કાર્યકર્તાઓમાં અદમ્ય ઉત્સાહ, જોમ અને જુસ્સા સાથે કેશરિયો માહોલ વિસ્તારમાં છવાશે.

પારસ સોસાયટી હોલ ખાતે સી.આર.પાટીલના સમારોહમાં રાજકોટ જિલ્લાના વિવિધ શ્રેણીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ભવ્યાતિભવ્ય રીતે સ્વાગત કરવામાં આવશે જે ઐતિહાસિક બની રહેશે. સ્વાગત કાર્યક્રમમાં કાર્યકર્તાઓને સમયસર ઉપસ્થિત રહેવા અનુરોધ કરેલ છે.

સૌરાષ્ટ્રની મુલાકાતે આવેલા ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુકત અઘ્યક્ષ સી.આર. પાટીલને અવાકારવા જીલ્લા ભાજપ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જુનાગઢ- જેતપુર રોડ પર આવેલ જેતપુરના જુની સાંકળી ગામ પાસે રાજાણી ચા પાસે આગળ દાસરામ પાર્ટી પ્લોટ ખાતે રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવનાર છે. દબદબાભેર કાઠિયાવાડીને પણ છાજે તેવો આવકારાશે. કાર્યકર્તાઓ અદમ્ય ઉત્સાહ સાથે પુરજોશ ચાલી રહી છે.

જીલ્લાના તમામ શ્રેણીને અપેક્ષિત કાર્યકર્તાઓને ઉ૫સ્થિત રહેવા રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા મહામંત્રી ભાનુભાઇ મેતા, જયંતિભાઇ ઢોલ, ડો. ભરતભાઇ બોધરા, સાંસદ રમેશભાઇ ધડુક, કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, ધારાસભ્ય શ્રીમતિ ગીતાબા જયરાજસિંહ જાડેજા, લાખાભાઇ સાગઠીયા સહિતના અનુરોધ કરવામાં આવ્યો છે.

જેતપુર રોડથી ગોંડલ ચોકડી સુધીના રુટ દરમ્યાન સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન કરવું અને મોઢા પર માસ્ક બાંધવું ફરજીયાત છે. તેમ ભાજપ આઇ.ટી. સોશ્યિલ મેડિયાના ઇન્ચાર્જ હીરેન જોશીએ જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.