પાંચ દિવસ સુધી ચાલનારા મેળામાં હસ્તકલા સામગ્રીનું પ્રદર્શન-વેચાણ કરવામાં આવશે
કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ અને ઇન્ડેક્ષ્ટ-સી ના સંયુકત ઉપક્રમે વિરપુર (જલારામ) ખાતે ભાતીગળ હસ્તકલા હાશાળ સામગ્રી પ્રદર્શન અને વેચાણ અંગેના કુટિર મેળાને પાંચ દિવસ માટે અન્ન નાગરીક અને કુટિર ઉદ્યોગ મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્તિ ગ્રામ્ય હસ્તકલા હાશાળના કારીગર પરિવાર તેમજ વિરપુર અને ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોને સંબોધન કરતા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ જણાવ્યું હતું કે, વંશ પરપરાંગત કલાને જીવંત રાખવા અને કલાકૃતિ સર્જન કરતા ગ્રામ્ય કારીગરોને સીધું માર્કેટીંગ પ્લેટફોર્મ પુરૂ પડે તેમજ હસ્તકલાને પ્રોત્સાહન મળે અને તેમનું ર્આકિ જીવન ધોરણ વૃધ્ધિ પામે તે માટે રાજય સરકાર દ્વારા આ પ્રકારના પ્રદર્શન અને વેચાણ મેળાઓનું આયોજન કરી કલાકૃતિ સર્જન કરતા કારીગરોને પ્રોત્સાહીત કરવા રાજય સરકાર કટિબધ્ધ છે. આ પ્રસંગે મંત્રી શ્રી રાદડીયાએ વધુમાં જણાવ્યું હતું કે હાશાળ હસ્તકલા માટીકામ, ચર્મકામ, ભરતકામ,ગૃહશુશોભન, જેવી ભાતીગળ કલાકૃતિનું શ્રેષ્ઠ વેચાણ આ મેળાઓમાં ઇ રહયું છે અને કલા કારીગરોને તેનું સારૂ એવું ર્આકિ વળતર મળી રહયુ છે.
મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે ૧૨૫ મહિલા કારીગરોને ઓળખપત્ર, ખાદી કાપડના વેચાણ પ્રોત્સાહન રૂપે રૂપિયા ૨૨.૭૫ લાખની સહાય વિતરણ, ૨૫૦ મહિલા કારીગરોને હસ્તકલા કીટનું વિતરણ અને ૩૦ લાર્ભાનિે તાલીમ પ્રમાણપત્ર અને ચેક વિતરણ તા માટીકામ કલાકારીગરી સંસ દ્વારા ૭ બી.પી. એલ .લાર્ભાનિે વાસકામ આર્ટિકલ મેકીંગ ટુલ કીટ, ૩૦ લાભાર્થી ઓને સ્ક્રીન પ્રિન્ટીંગ અને ફોટો લેમીનેશન પ્રમાણપત્ર તા ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રીગોરધનભાઇ ધામેલીયા તેમજશ્રી વેલજીભાઇ સરવૈયાએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું કુટિર ઉદ્યોગ વિભાગના શ્રી આર.આર.જાદવે સર્વે મહાનુભાવોને સત્કાર્યા હતા. જયારે આભાર વિધિ શ્રી બી.એસ.પ્રજાપતિએ કરી હતી.