મોદી -ટ્રમ્પની મુલાકાતના પગલે બે દેશોના આર્થિક જોડાણો પણ એક કારણ: કેન્દ્ર
ચાઈના દ્વારા આજે એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારતમાંથી ૪૭ ભારતીય માનસરોવર યાત્રિકોને તિબ્બતમાંથી સિક્કિમના વિસ્તાર નાથુ-લા દ્વારા પ્રવેશ કરવા દેવામાં નહી આવે. આ પ્રશ્ર્ને ચર્ચા માટે બે સરકારો વચ્ચે સંપર્ક થઈ રહ્યો હોવાનું ચાઈનાના વિદેશ મંત્રાલયના પ્રવકતા દ્વારા માહિતી આપવામાં આવી છે. ચીન દ્વારા હવામાનની સમસ્યાને ભલે આગળ ધરવામાં આવી રહી હોય પરંતુ કૈલાશ માનસરોવરના યાત્રિકોને રોકી ચીન દલાઈલામા સાથેની ભારતની દોસ્તીનો બદલો લઈ રહ્યું છે.
ચાઈના દ્વારા નાથુલના રસ્તેથી સિક્કીમમાં પ્રવેશતા ૪૭ યાત્રિકોને કૈલાશ માનસરોવર યાત્રા કરતા અટકાવવામાં આવ્યા હતા. ત્યારે હાલ માનસરોવર યાત્રિકોના પ્રવેશ માટે ભારત-ચીન વચ્ચે ચર્ચા ચાલી રહી છે.
આ યાત્રિકો દ્વારા ૧૯મી જુને જ ચાઈનાના રસ્તેથી યાત્રા પૂર્ણ થવાની હતી પરંતુ ખરાબ હવામાનને કારણે રોકાયા હોવાની ચીનના મંત્રાલય દ્વારા અટકાવવામાં આવ્યા બાદ રાહ જોઈને ૨૪મીએ ફરીથી યાત્રાનો પ્રારંભ કરવા માટે યાત્રિકો તૈયાર થયા હતા. તેમજ ૨૩ જુને ફરીથી ચાઈનાના અધિકારીઓ દ્વારા યાત્રિકોમાં
પ્રવેશને અટકાવી દેવામાં આવ્યો હતો. નવીદિલ્હી ખાતેથી વિદેશ મંત્રાલયના વકતા ગોપાલ વાગ્લેએ જણાવ્યું હતું કે, યાત્રિકોના પ્રવેશ માટેની કેટલીક મુશ્કેલીઓનો સામનો નાથુલા માંથી પસાર થઈ યાત્રા કરનાર યાત્રિકોને પડી રહ્યો છે.
મંત્રાલય દ્વારા વાર્ષિક યાત્રાને ચાઈનીઝ અધિકારીઓ દ્વારા પ્રવેશને મંજુરી આપવામાં સમય લાગી રહ્યો છે. ત્યારે દિલ્હીથી ચીન સતાધીશોને આ મામલે ભારતમાં એપ્રિલ માસમાં દલાઈલામાની ભારત મુલાકાતનો બદલો લેવામાં આવી રહ્યો હોવાની શંકા સેવવામાં આવી રહી છે.
બીજુ હાલ મોદીની ટ્રમ્પ સાથેની મુલાકાતથી પણ ચીનને બળતરા થઈ રહી હોવાના કારણે પણ આમ થઈ રહ્યું છે. તેમજ ભારત-અમેરિકા બન્ને દેશો વચ્ચે એશિયા પેસિફિક કે ઈન્ડો પેસીફીક દ્વારા આર્થિક ક્ષેત્રે ભાગીદારી નોંધાવવામાં આવી છે. ત્યારે ચાઈના આ રીતે પ્રવેશ અટકાવવા માટે આતંકવાદનો ખતરો ગણાવી રહ્યું છે.