ભારતીય વાયુસેના દ્વારા દુર્ગમ વિસ્તારમાં ૧૦૦૦ યાત્રાળુઓને હેલીકોપ્ટરી સફર કરાવી
દર વર્ષે જૂન માસમાં શરૂ થતી અતિ કઠીત એવી કૈલાશ માનસરોવર યાત્રામાં દુર્ગમ વિસ્તારમાં ભારતીય વાયુસેના દ્વારા ૧૦૦૦થી વધુ લોકોને એરલીફટ કરાવી હેલીકોપ્ટર મારફતે સુરક્ષીત સફર કરાવવામાં આવી હતી.
ભારતીય વાયુસેના દ્વારા હાલમાં કૈલાશ માનસરોવર યાત્રા માટે પિથૌરગઢ અને ગુનજી વચ્ચેનાં દુર્ગમ વિસ્તારમાં યાત્રાળુઓને મુશ્કેલી ન પડે તે માટે હેલીકોપ્ટર તૈનાત કરી દરરોજ ૬૦ થી ૮૦ જેટલા લોકોને યાત્રા કરાવવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં કુલ ૧૦૮૦ નોંધાયેલા યાત્રીકોને હવાઈ યાત્રા કરાવવામાં આવી હોવાનું સત્તાવાર રીતે જાહેર કરાયું છે.
વધુમાં વિદેશ બાબતોના મંત્રાલય દ્વારા કૈલાસ માનસરોવર રૂટ વચ્ચે કનેકટીવીટી ન હોવાી ભારતીય વાયુસેનાને આ જવાબદારી સોંપવામાં આવી છે. બીજી તરફ પશ્ર્ચિમ ઓકમાન્ડના એર કોમોડર પંડલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સોંપવામાં આવેલા કોઈપણ કાર્ય કરવા તેમની ટીમ સજ્જ છે.
ઉલ્લેખનીય છે કે કૈલાસ-માનસરોવર રૂટ ઉપર આવેલુ પર્વતીય ક્ષેત્ર ગુંજી સમુદ્ર તટી ૩૧૦૦ મીટરની ઉંચાઈ ઉપર આવેલું છે અને અનુભવી પાઈલોટો દ્વારા પર્વતીય વિસ્તારમાં યાત્રાળુઓને એરલીફટ કરવામાં આવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુ દળના હીરપાન અને નુબરા વરીયર હેલીકોપ્ટર કૈલાસ-માનસરોવર યાત્રામાં ત્રણ માસ માટે તૈનાત કરવામાં આવે છે જો કે હાલ કૈલાશ માનસરોવર યાત્રા માટે ચાઈના બોર્ડર નજીક આવેલ નયુબા પાસ અને લીયુબેચ પાલનો મુખ્યત્વે ઉપયોગ થાય છે ત્યારે ચાલુ વર્ષ કૈલાશ-માનસરોવર યાત્રિકો માટે સરકારે સુરક્ષીત યાત્રા માટે આગોતરૂ આયોજન ઘડી કાઢયું છે.