ભારતના ઈતિહાસમાં થયેલ નિર્ણયની ઘણા દેશો પર અસર કરી છે. આવાજ એક પડોશી દેશ ચીન પણ એમાં સામેલ છે. ચીન દેશની સીમામાં આવેલ કૈલાશ પર્વતનો હિસ્સો કે જયાં માન સરોવર એ આસ્થાનું પ્રતિક ગણાય છે. અને ત્યાં ભારતમાંથી યાત્રીકો જતા હોય છે. જેના વિઝા ચીન દ્વારા મંજૂર કરવામાં આવતા હોય છે. આ પ્રક્રિયાઘા સમયથી વિલંબમં પડેલ હતી જે ચીનનાં મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
ભારત સરકારે જમ્મુ-કાશ્મીરનું વિભાજન કરી લદાખને સ્વતંત્રકેન્દ્ર શાસીત પ્રદેશ જાહેર કતા ચીનન પેટમાં તેલ રેડાયું છે. જેની અસર કૈલાશ માન સરોવર જતા યાત્રીકો પર થઈ છે. વિઝા માટેની મંજૂરી ન આપી હતી જયારે મંગળવાર રાત સુધી આ વિષય માટે ચીને કોઈ તૈયારી દાખવી ન હતી. પરંતુ ચીન દ્વારા જણાવવામાં આવ્યું કે ચીન દ્વારા માન સરોવરા યાત્રીકોના વીઝ મંજૂર કરવામાં આવ્યા છે.
ચીનના હિસ્સાનું તિબેટમાં કૈલાશ માન સરોવર યાત્રા યોજાય છે. જેમાં દર વર્ષે યાત્રાળુઓ માન સરોવરની સફરે જતા હોય છે. અને આ યાત્રા ઘણી ખરી ખતરનાક હોય છે. આ માટેની સફર જોખ્મી સાબીત થાય છે. પરંતુ આ યાત્રા હિન્દુઓની આસ્થાનું પ્રતિક મનાતુ હોવાથી આ યાત્રા માટે યાત્રીકો ગમે તેટલુ જોખમ ખેડી જતા હોય છે.
ચીનની માંગ હતી કે જમ્મુ કાશ્મીર મુદો એ ઈન્ટરનેશનલ મુદો છે. ત્યારે તેની આ વાતને ભારતે નકારી હતી જેના પગલે ચીન દ્વારા કૈલાશ માન સરોવર યાત્રીકો પર આની માઠી અસરો દર્શાવી હતી. ત્યારે ચીન દ્વારા અંતે માન સરોવર યાત્રીકોનાં વીઝા પર મહોર લગાવી દીધી છે.