ચલો…. આજ કુછ નયા હો જાયે !
‘અબતક’ દ્વારા યોજાયો વેલેન્ટાઇન ડે સંદર્ભમાં લાઇવ કાર્યક્રમ
જુના નવા ફિલ્મી ગીતો સાથે ‘પ્રેમ’ ના મહિનાની વિવિધ વાતો સાથે ભારતીય સંસ્કૃતિની વાતો છાત્રોએ રજુ કરી
ગઇકાલે વેલેન્ટાઇન્સ વીક સેલિબ્રેશન ના ‘પ્રપોઝ ’ડે અવસરે કહી દો આજે દિલની વાતના ટાઇટલથી ‘અબતક’ મીડિયા દ્વારા કણસાગરા મહિલા કોલેજ ખાતે એક અનોખી લાઇવ ડિબેટસ યોજવામાં આવી હતી. જેમાં કોલેજની 100 થી વધુ છાત્રા જોડાઇ હતી.
ચેનલ દ્વારા યોજાયેલા આ લાઇવ કાર્યક્રમ વિશ્વભરના હજારો લોકોએ નિહાળ્યો હતો.
સમગ્ર ડિબેટલ વેલેન્ટાઇન્સ ડે ઉજવવો જોઇએ કે નહી તેમ બે વિભાગ પાડીને કરવામાં આવી હતી. જેમાં બન્ને સાઇડના છાત્રોએ નવા-જુના ફિલ્મો ગીતો રજુ કરીને જમાવટ કરી હતી. લાઇવ ડિબેટસમાં કોલેજના એન.એસ.એાસ. ના સંચાલક યશવંત ગોસ્વામી અને પ્રોફેસર શ્રૃતિ થોભાણી જોડાઇને વિવિધ રસપ્રદ છણાવ કરી હતી.
અમારી કોલેજ 14મીએ વૃઘ્ધાશ્રમમાં વેલેન્ટાઇન ડે ઉજવાશે: પ્રો. યશવંત ગૌસ્વામી
ભારતીય સંસ્કૃતિ ની પરંપરા મુજબ આ વર્ષે અમારી કોલેજ ની એન.એસ.એસ. ની છાત્રો ઓ વૃઘ્ધાશ્રમમાં જનઇને સવારથી સાંજ સુધી વેલેન્ટાઇન્સ ડે ઉજવશે તેમ અબતક સાથેની વાતચીતમાં પ્રો. યશવંત ગૌસ્વામીએ જણાવ્યું હતું. કોલેજ છાત્રાઓ પોતે જાતે રસોય બનાવીને દાદા-દાદી સાથે કંઇક નોખો અને અનોખો માહોલ યોજીને આ પારિવારિક પ્રેમ દિવસનું સેલીબ્રેશન કરશે.