રાજકોટના મોરબી રોડ પર આવેલા કાગદડી ખોડિયાર આશ્રમના મહંત જયરામદાસબાપુએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પરંતુ આપઘાતને કુદરતી મોતમાં ખપાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં ડોક્ટર નિલેશ નિમાવત બાદ વકીલ રક્ષિત કલોલાને પણ હાઇકોર્ટે 16 જુલાઈ સુધી ધરપકડ સામે સ્ટે આપ્યો છે. આથી પોલીસ 16 જુલાઈ સુધી વકીલની ધરપકડ કરી શકશે નહીં. 8 જુલાઈએ વકીલ સામેથી પોલીસને નિવેદન આપવા હાજર થશે.

આપઘાતના બનાવને કુદરતી મોતમાં ખપાવવામાં ટ્રસ્ટી, તબીબી સહિત ગુંનો નોંધાયો‘તો : તા.16 જુલાઇએ આગોતરા જામની અરજીની સુનાવણી

રાજકોટના મોરબી રોડ પર આવેલ કાગદડી ગામે ખોડીયાર આશ્રમના મહંત જેરામદાસ બાપુના આપઘાતના બનાવ ને કુદરતી મોતમાં ખપાવવાનો બનાવમાં ટ્રસ્ટીઓ, ડોક્ટર અને વકીલ સહિત સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી પોલીસે તપાસ કરવાનો ધમધમાટ આદર્યો હતો. આ બનાવમાં સેશન્સ કોર્ટે તબીબી નિમાવત અને એડવોકેટ રક્ષિત કલોલાની આગોતરા જામીન અરજી નામંજૂર કરતાં જે હુકમ સામે એડવોકેટ અને તબીબે હાઇકોર્ટમાં દાદ માંગી હતી. તબીબી નિલેશ નિમાવતને હાઈકોર્ટે વચગાળાની ધરપકડ સામે રાહત આપી હતી.

બાદ એડવોકેટ રક્ષિત કલોલાની આગોતરા અરજીની સુનાવણીમાં વકીલે તેની સંડોવણી ન હોવાની કોર્ટમાં દલિલ કરી હતી. તેમજ દલિલમાં આ કેસમાં મારા અસીલનો કોઇ રોલ નથી, ઓરિજીનલ સ્યુસાઇડ નોટમાં મારા અસીલનું ક્યાંય પણ નામ નથી. પુરાવાનો નાશ ખાનગીમાં કર્યો નથી. જે પણ ઘટના બની તે 500 લોકોની હાજરીમાં બની છે. આથી રક્ષિત કલોલાએ કંઇ પણ છૂપાવ્યું નથી. પોલીસને સ્યુસાઈડ નોટ આશ્રમ પાસેથી મળી છે. આ તમામ દલિલને ગ્રાહ્ય રાખી હાઈકોર્ટે રક્ષિત કલોલાને 16 જુલાઈ સુધીનો સ્ટે આપ્યો છે. તેમજ 8 જુલાઈએ પોલીસ સમક્ષ નિવેદન નોંધાવવા હાજર થશે. રક્ષિત કલોલાને પણ પોલીસ 16 જુલાઈ સુધી ધરપકડ કરી શકશે નહીં. આ કેસમાં હાઇકોર્ટમાં એડવોકેટ તરીકે ભરતભાઈ નાયક અને પ્રેમલભાઈ રાચ્છ રોકાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.