મહિલાને ઉઠાવી જઈ વેંઢલા કાઢી ગામનો જ શખ્સ રફુચકકર
કેશોદ તાલુકાના પાડોદરમાં રહેતા વૃદ્ધા ફળીયામાં ઉંધી રહ્યા હતા ત્યારે ગામના જ એક શખ્સે તેના મોં પર મુંગો દઈ ઘરની સામેના ભાગે લઈ જઈ ૯૦ હજારની કિંમતના વેઢલા લુંટી લીધાની ફરિયાદ થતા પોલીસે વધુ કાર્યવાહી હાથધરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કેશોદ તાલુકાના પાડોદરમાં રહેતા રૂપીબેન મેસુરભાઈ ડેર (ઉ.વ.૮૦) નામના વૃદ્ધ પોતાના ફળીયામાં ઉંધી રહ્યા હતા ત્યારે બે – અઢી વાગ્યા આસપાસ ગામનાં જ કાના અરસી પિઠીયા નામના શખ્સે આવી રૂપીબેનના મોંઢા પર મુંગો દઈ દીધો હતો. બાદમાં વૃદ્ધાને ઉપાડી ઘરની સામેના ભાગમાં લઈ જઈ તેના કાનમાંથી ૯૦ હજાર રૂપિયાની કિંમતના આશરે ત્રણ તોલાના વઢેલા લુંટી લીધા હતા અને બાદમાં નાસી ગયો હતો.