‘મથુરામાં વાગી મોરલી ગોકુળમાં કેમ રે વાય રણછોડજી’….
છઠ્ઠા નોરતે રઘુવંશી પરિવાર રાસોત્સવ ૨૦૧૯માં માનવ મહેરામણ ઉમટયું
રઘુવંશી પરિવાર રાસોત્સવ ૨૦૧૯માં છઠ્ઠા નોરતે માનવ મહેરામણ ઉમટી પડયું હતુ રઘુવંશી ખેલૈયાઓએ ઘાઘરો,ચોલી, પતિયાલા, કેડિયું, ચોરણી અને પરંપરાગત પોશાક પહેરીને આવ્યા હતા. અને કમર લચકાવીને મોજ માણી હતી. સેલીબ્રેશન પાર્ટી પ્લોટ જાણે દુલ્હન બન્યો હોય હોય તેવો નઝારો જોવા મળ્યો હતો.
અકિલા રઘુવંશી પરિવાર રાસોત્સવ ૨૦૧૯માં છઠ્ઠા નોરતે મુખ્ય અતિથિ તરીકે રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ,એસીબી ક્રાઈમ બ્રાંચ જયદિપસિંહ સરવૈયા, ક્રાઈમ બ્રાંચના પીઆઈ એચ.એમ. ગઢવી, પીએસઆઈ ઉનડકટ, જલારામ હોસ્પિટલના ટ્રસ્ટી અને રઘુવંશી અગ્રણી શૈલેષભાઈ પાબારી, આર.ડી.ગ્રુપના ચેરમેન રાકેશભાઈ પોપટ, રઘુવંશી અગ્રણી તેમજ બિલ્ડર્સને ગોવર્ધન ગૌશાળાના કિશોરભાઈ જસાણી, કમલેશભાઈ લાલ, રાજકોટના ડિસ્ટ્રીકટ જજ બી.ડી. ઠકકર, માર્કેટીંગ યાર્ડના નરેન્દ્રભાઈ પોપટ બાલાભાઈ શિવસેના રાજકોટ શહેર પ્રમુખ જીમ્મી અડવાણી સહપરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.
આ રાસોત્સવને સફળ બનાવવા માટે પરેશભાઈ વિઠલાણી હસુભાઈ ભગદેવ, પ્રતાપભાઈ કોટક રાજુભાઈ પમ, શૈલેષભાઈ પાબારી, રાકેશભાઈ પાપેટ, કૌશિકભાઈ માનસાતા, પ્રકાશભાઈ સોમૈયા વિપુલ કારીયા, મેહુલ નથવાણી, રાજ બગડાઈ રસેસ કારીયા, યશ અજાબીયા વિપુલ મણીયાર, રોનક સેજપાલ પાર્થ કોટક, હિમાંશુ કારીયા હેમાંગ તન્ના મહેશ કકકડ,મહેન્દ્ર જીવરાણી, કાનાભાઈ સોનછાત્રા ધનેશ જીવરાજાની સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી હતી.