શહેરના કડિયા નગર, ગોકુલધામ પાસે અંકુર શાળા પાછળ પાર્થ ગરબી મંડળની બાળાઓ રાસ ગરબાની રમઝટ બોલાવી રહી છે. ગરબી મંડળના અધ્યક્ષ જીતેન્દ્રસિંહ કેશરીસિંહ મકવાણા, પ્રમુખ સુરેશભાઈ પથુભાઇ સારોલા, ઉપપ્રમુખ સવજીભાઈ ટોળિયા સહિતના આગેવાનોના દોરી સંચાર વચ્ચે ચાલી રહેલી આ ગરબીમાં જુદા જુદા 5 ગ્રુપોમાં ૬૫ નાની બાળાઓ પ્રાચીન, અર્વાચીન રાસ ગરબાની રમઝટ બોલાવી રહી છે.
લોકસાહિત્ય કલાકાર મહેન્દ્રભાઈ મારું અને ગાયક કલાકાર ઉર્વીશાબેન સારોલા અને નીરવભાઈ ચાવડાના કંઠેથી ગવાતા ગરબાના તાલે દાંડિયા રાસમાં ઝૂમી રહેલી નાની નાની બાળાઓ લત્તાનું આકર્ષણ બની છે. નવલી નવરાત્રીના પ્રથમ દિવસે પ્રતિ વર્ષની રીત રસમો મુજબ ગરબી મંડળના આયોજકોએ ગરબી આયોજન સ્થળ તેમજ વિસ્તારમાં સ્વર્ગસ્થ બનેલા લોકોના માનમાં ગરબીની તમમાં લાઈટો તેમજ સાઉન્ડ સીસ્ટમ બંધ રાખીને પુષ્પાંજલિ, શબ્દાંજલિ દ્વારા શ્રધાંજલિ અર્પી હતી. ગરબીના સફળ આયોજન માટે મંડળના સેવાભાવી આગેવાનો, કાર્યકરો તેમજ લત્તાવાસીઓ ભારે જહેમત ઉઠાવતા હોવાનું પ્રમુખ સુરેશભાઈ જણાવે છે.