150 કિલો વાસી શ્રીખંડ,ફૂગ વળી ગયેલી 300 કિલો મીઠાઇ અને 200 કિલો મીઠા માવાનો ગાર્બેજ સ્ટેશનમાં નાશ કરાયો:શ્રીખંડ,બરફી અને બીલશન મિનરલ વોટરના નમૂના લેવાયાં
વધુ નફો કમાવાની લાલચમાં વેપારીઓ જનતાના આરોગ્ય સાથે જીવલેણ ચેડાં કરતા જરાપણ અચકાતા નથી.શહેરના કોઠારીયા રોડ પર યોગેશ્વર ડેરી ફાર્મમાંથી
શ્રીખંડ, મીઠાઈ અને મીઠા માવા સહિત 650 કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો.જેની ગારબેજ સ્ટેશન ખાતે નાસ કરાયો હતો.
ઉનાળાની ઋતુને અનુલક્ષીને કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી, ડેઝીગ્નેટેડ ઓફિસર ડો. હાર્દિક મેતા તથા ફૂડ સેફ્ટી ઓફિસર કે. જે. સરવૈયા તથા કે. એમ. રાઠોડની ટીમ સાથે કોઠારીયા રોડ પર સાગર સોસાયટી 40 ફૂટ મેઇન રોડ પર આવેલી દિપક ચકુભાઇ વોરાની યોગેશ્વર ડેરી ફાર્મના ઉત્પાદન સ્થળનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.ચકાસણી દરમિયાન પેઢીના કોલ્ડ રૂમમાં પતરાના ટીનમાં સંગ્રહ કરેલો 150 કિલો વાસી શિખંડ અને પ્લાસ્ટિકની બેગમાં રાખેલી વ વાસી ફૂગવાળી અને પરત આવેલી 300 કિલો મિક્સ મીઠાઇ તથા પ્લાસ્ટિકની બેગમાં રાખેલ મીઠાઇ બનાવવા માટેનો વાસી ફૂગવાળો 200 કિલો મીઠો માવા મળી આવ્યો હતો.
ચેકીંગ દરમિયાન 650 કિ.ગ્રા. અખાધ્ય જથ્થો માનવ આહાર માટે હાનિકારક હોય તેમજ બજારમાં તેનું વેચાણ ન થાય તે હેતુથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીપર વાનમાં ગાર્બેજ સ્ટેશન ખાતે નાશ કરવામાં આવ્યો હતો. કેશર શિખંડ અને મેંગો બરફીના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પેઢીના સંગહ સ્થળ પર હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.
આ ઉપરાંત 9 સમ્રાટ ઇન્ડ. એરિયા, કનેરિયા ઓઇલ મીલ પાસે, એસટી વર્ક શોપ પાછળ આવેલી બીલશન બેવરેજીશમાંથી બીલશન પેકેજડ ડ્રિંકિંગ વોટર વીથ મિનરલ્સનો નમૂનો લેવાયો હતો.