અસલી એજન્સીઓના કારનામા જેટલા ચર્ચામા નથી હોતા તેના કરતા વધુ બનાવટી અધિકારીઓ રોફ જાળી લોકો પાસેથી પૈસા ખંખેરી ઠગાઇ કરી ચર્ચામા રહેતા હોય છે તે પછી નકલી પોલિસ હોય કસ્ટમ ઓફીસર હોય કે પછી અન્ય બનાવટી અધિકારીઓ … ઔદ્યોગીક નગરી ગાંધીધામમાં આવોજ એક કિસ્સો પ્રકાશમા આવ્યો હતો જેને ગણતરીના દિવસોમાં પુર્વ કચ્છ પોલિસે ઉકેલી નાંખ્યો છે. ગાંધીધામના વેપારી વિશાલ રમેશભાઇ પટેલ રહે.
બોળકદેવ અમદાવાદ વાળાને કસ્ટમ ઓફીસર મુન્દ્રા ઓક્સન ડીપાર્ટમેન્ટના અધિકારી તરીકે ઓળખ આપી ગેલ્વેનાઇઝ વાયર આશરે ૨૧ ટન જેટલો આપવાનુ નક્કી કરી ૮.૮૦ લાખમાં સોદ્દો નક્કી કર્યો હતો ત્યાર બાદ કંડલા ફ્રી ટ્રેડ ઝોન નજીક વેપારીને બોલાવી તેની પાસેથી એડવાન્સ પેટે ૧.૭૬ લાખ રૂપીયા લીધા હતા પરંતુ ત્યાર બાદ અલગ-અલગ બહાના કરી આરોપીઓ પૈસા લઇ નાશી ગયા હતા જે બાબતે ગઇકાલે ગાંધીધામ પોલિસ મથકે ફરીયાદ નોંધાઇ હતી
જે મામલે પોલિસે અલગ-અલગ ટીમ બનાવી હતી જેમાં ગાંધીધામ પોલિસ અને એલ.સી.બીને સફળતા મળી હતી અને બનાવટી કસ્ટમ અધિકારીના નામે ઠગાઇ કરનાર ટોળકીના ૩ સભ્યો પાેલિસના હાથે લાગ્યા હતા. જેમાં(૧) અબ્સાસ ઉર્ફે અભલો, હુસૈન ગાલા રહે.જગદંબા સોસાયટી કિડાણા (૨) ઓસમાણ જુસબ મથડા રહે દેવળીયા અંજાર તથા (૩) જાનમામદ ઇસા મથડા રહે, દેવળીયા અંજાર ની આજે વિધીવત ધરપકડ કરી છે તો ઠગાઇમાં ગયેલા રૂપીયા ૧.૭૬ લાખ પણ પોલિસે રીકવર કર્યા છે ઝડપાયેલા શખ્સોના રીમાન્ડ દરમ્યાન વધુ કેટલાક ઠગાઇના ગુન્હા પરથી ભેદ ઉકેલાઇ શકે છે. તેવી પોલિસે આશા વ્યક્ત કરી છે….