કચ્છની બોર્ડર પર આવેલા કપુરાશી ગામમાં હાલની તંગભરી પરિસ્થિતિ વચ્ચે પણ ભયમુક્ત માહોલ જોવા મળે છે.જરૂર પડ્યે ગ્રામવાસીઓએ સરહદ પર જવાની તૈયારી બતાવી છે.તો અવળચંડા પાકિસ્તાનને શબક શીખવાડવાની વાત પણ દોહરાવી હતી.
1971 માં ભારત – પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયા બાદ પાકિસ્તાન થી ભારતીય નાગરિકો હિજરત કરીને આવ્યા હતા જેઓ કચ્છના સરહદી લખપત તાલુકામાં વસવાટ કરે છે.1947માં દેશના ભાગલા પડ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારસુધીમાં ત્રણ યુદ્ધો થયા છે.1965 , 1971 અને કારગિલનું યુદ્ધ ભારત પાકિસ્તાન વચ્ચે થયું હતું.આ ત્રણેય યુદ્ધમાં ભારતનો વિજય થયો હતો.પાકિસ્તાન ભારત સામે યુદ્ધ કરીને લડી શકે તેવી સ્થિતિમાં નથી ત્યારે હવે પાકિસ્તાન આતંકી સંગઠનોનો સહારો લઈ ભારતમાં યુદ્ધ કરાવી રહ્યું છે.ભારતે અત્યારસુધી ઘણું સહન કર્યું છે.પરંતુ હવે સહેવાનો વારો નથી પાકિસ્તાન ને શબક શીખવાડવો જરૂરી છે. ભારતીય સેનાએ પાક.પર કરેલી એર સ્ટ્રાઈક માત્ર ટ્રેલર છે પિક્ચર તો હજી બાકી છે.જો પાકિસ્તાન હજી કાંકરીચાળો કરશે તો તેના ચાર ટુકડા થઈ જશે…
યુદ્ધ બાદ પાકિસ્તાનથી ભારતીયો લખપતના કપુરાશી ગામમાં આવીને વસ્યા હતા હાલની તંગભરી પરિસ્થિતિ વચ્ચે પણ આ ગામમાં કોઈ ચિંતાનો કે ભયનો માહોલ નથી.ગ્રામજનો કહે છે અમને અમારી ભારતીય સેના પર પૂરતો ભરોસો છે.જરૂર પડ્યે અમે પણ સરહદ પર જઈશું.1971ના ભારત – પાકિસ્તાન યુદ્ધમાં મોટા પાયે જાનહાની થઈ હતી તે સમયે પાકિસ્તાને ભુજના હવાઈ મથક પર બોમ્બ ફેંક્યા હતા.જે સમયે માધાપરની વિરાંગનાઓએ હિંમત દાખવી રન વે તૈયાર કર્યો હતો. આજ સુધીનો ઇતિહાસ ગવાહ છે કે , ભારત – પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં હંમેશા ભારત જ જીતે છે.પાકિસ્તાન જો કાંકરી ચાળો બંધ નહિ કરે તો દુનિયાના નક્શામાંથી જ નેસ્ત નાબૂદ થઈ જશે.
ક્ચ્છ એ સીમાવર્તી જિલ્લો છે.હાલની પરિસ્થિતિ જોતા કચ્છની ક્રિકો બંધ કરી દેવાઈ છે.તો કોટેશ્વરથી જખૌ સુધી દરિયામાં રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ સાથે સઘન સુરક્ષા વ્યવસ્થા બનાવાઈ છે.સરહદી ગામોમાં વસતા લોકો દેશદાઝ દાખવી રહ્યા છે.