- ચીનથી કપડા મંગાવ્યા હોવાનું ડિકલેરેશન આપીને મંગાવાયા ચાઈનીઝ રમકડા
- કન્ટેનરમાં 90% જેટલી ડ્યુટી ચોરી કરવા માટે
- 2 આરોપીની ધરપકડ
Katchh : રાજ્યમાં અનેક રીતે કર ચોરી થવાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. કર ચોરી કરવા માટે ઠગાબાઝો દ્વારા ખોટું ડિક્લેરેશન આપીને ચીનના રમકડાં ભારતમાં ઘૂસાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જે તમામ મુદ્દામાલ DRI દ્વારા કબ્જે કરવામાં આવ્યો છે. આ સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મુંદ્રામાં ચીનથી આવેલા બે કન્ટેઇનરને DRI એ જપ્ત કરીને તપાસ હાથ ધરતા તેમાંથી જણાવેલ સામગ્રીથી વિપરીત ચીની રમકડાઓ મળી આવ્યા હતા. અંદાજે આ કન્ટેનર કાર્ગોની કિંમત 25 કરોડ મનાઈ રહી છે. ચીનથી આવીને ઉતરેલા આ બે કન્ટેનરમાં બાળકોના કપડા હોવાનું જાણવામાં આવ્યું હતું. જે અંગે તપાસ કરતા બંને કન્ટેઇનરમાંથી ચાઈનીઝ રમકડા મળી આવ્યા હતા.
આ સામગ્રીઓ પર 90% જેટલી જંગી ડ્યુટી લાગે છે. જેનાથી બચવા અને દાણચોરી કરવા મીસ ડિક્લેરેશન કરીને ચીની રમકડા અને ફુગ્ગાઓને ભારતીય બજારોમાં ઠાલવવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને લઈને ડીઆરઆઈએ કેસ દાખલ કર્યો છે. આ સમગ્ર મામલે ડીઆરઆઈ દ્વારા માસ્ટર માઈન્ડ ગણાતા બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. DRI દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નવીનગીરી ગોસ્વામી