આપણે જાત-જાતના કઠોળ ખાઇએ છીએ. જેમાં એક મનભાવતું કઠોળ એટલે ચણા. બજારમાં આપણને ઘણાં પ્રકારના ચણા જેવા કે કાળા, લીલા, કાબુલી વગેરે સહેલાઇથી મળી રહે છે.ચલો આજ કાબુલી ચણા વિશે વધુ જાણીએ. ચણામાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને ફાઇબર હોય છે. આખુ વર્ષ તૈયાર અને સૂકવેલા કાબુલી ચણા સહેલાઇથી મળતાં હોવાથી આપણે તેમાંથી જાત-જાતની વાનગીઓ બનાવી તેનો આનંદ લઇ શકીએ છે. ધોઇને આખી રીત પલાળેલા કાબૂલી ચણામાંથી સલાડ, ચાટ, પુલાવ વગેરે બનાવી શકાય. પલાળેળા ચણાને ફ્રીજમાં સાચવીને પણ રાખી શકાય અને જ્યારે ઉપયોગમાં લેવા હોય ત્યારે લઇ શકાય. કેન્ડ ચણાને પાંચ વર્ષ સુધી રાખી શકાય અને સૂકા ચણા વર્ષો વર્ષ સુધી એવાં જ રહે છે, બગડતાં નથી. પલાળીને બાફેલા કાબુલી ચણામાંથી અનેક વાનગીઓ બનાવી શકાય તો અનેક વાનગીઓમાં તેને ઉમેરી વધારાનો સ્વાદ માણી શકો.
સ્વાસ્થ્ય માટે ઉપયોગી
હાઇ ફાઇબર યુક્ત ચણાના સેવની ટાઇપ વન ડાયાબીટિઝના દર્દીઓનું ઇન્સુનીલ લેવેલ બરાબર રહે છે. જેને લો બ્લડ પ્રેશરની તકલીફ હોય એવાં દર્દીઓએ ચણા ખાવા જોઇએ.
કાબુલી ચણામાં ફાઇબર, પોટેશીયમ, વિટામીન સી અને બી ભરપૂર માત્રામાં હોવાથી કોલોસ્ટ્રોલમાં ફાયદાકારક છે. વિટામીન સી થી ભરપૂર ચણાના સેવની કેન્સર સામે રક્ષણ મળે છે. હાડકાં મજબૂત થાય છે. પાચનતંત્ર સુધરે છે. ઉગાડેલા ચણાના સેવની વજન ઘટે છે.
રસોઇમાં વપરાશ
કાબુલી ચણાને બાફી છૂંદીને તેનાં નાના ગોળા બનાવી તળી લો. તેમાં મસાલા નાંખી હમસ બનાવી શકાય. બાફેલા ચણાનું ખીરૂ તૈયાર કરી તેમાંથી વાનગીઓ પણ બનાવી શકાય છે. બાફેલા આખા કાબુલી ચણાને સલાડ તથા સૂપમાં ઉમેરી શકાય. તેમાં રહેલાં પ્રોટીનનો ભરપૂર ફાયદો મળી રહે એ માટે દહીં સાથે લેવું.
પલાળેલા અને ઉગાડેલા ચણામાંથી સલાડ બનાવો. મસાલાવાળા તીખા ચણા બ્રેડ સાથે સ્વાદિષ્ટ લાગે છે. પુલાવમાં ઉમેરી કમ્પલીટ મીલનો સ્વાદ માણી શકાય.
બાફેલા ચણામાં પીસેલા આદુ-મરચાં, કાંદા ટમેટા અને લસણની પેસ્ટ, જીરૂ, ગરમ મસાલો વગેરે નાંખી સ્વાદિષ્ટ શાક બનાવો. તેમાં દહીં ઉમેરો.
સાચવવાની રીત
સૂકા ચણાને હવાચુસ્ત ડબ્બામાં મૂકવા. રાંધેલા ચણાને ઢાંકીને ફ્રીજમાં પાંચ દિવસ સુધી સાચવી શકાય. સૂકા ચણાને ફ્રીજમાં ક્યારેય ન રાખવા.
કઠોળને હમેશાં ધોઇને પલાળવા. ચણાને શક્ય હોય ત્યાં સુધી એક વર્ષની અંદર વાપરી નાંખવા, ત્યારબાદ ભેજ લાગવાથી જલ્દી ચડતાં નથી.