ટયુબલાઇટના નબળા કલેકશને સલમાન ખાનને આંચકો આપ્યો છે. તેના માનીતા ડાયરેકટર કબીર ખાનની નેકસ્ટ ફિલ્મમાંથી તેને પડતો મુકાયો છે. તેના સ્થાને રણવીર સિંઘનું નામ ફાઇનલ કરાયું છે.
કબીર ખાન ટયુબલાઇટની નિષ્ફળતાને ભૂલાવીને આગાળ વધી ગયા છે. તેઓ ૧૯૮૩ માં ભારતે જીતેલા ક્રિકેટ વર્લ્ડ કપને પડદા પર જીવંત કરવા માગે છે. જેમાં કપિલ દેવની ભૂમિકા માટે સલમાન ખાનનું નામ નકકી કરાયું હતું. ત્યારબાદ ટયુબલાઇટ આવી અને બોકસ ઓફીસ પર ધબડકો થઇ ગયો. ટયુબલાઇટને તદ્દન નિષ્ફળ ફિલ્મ ન કહી શકાય પરંતુ સલમાન અને કબીરની જે ફિલ્મોને પ્રતિસાદ મળે છે. તેના કરતા મોળો પ્રતિસાદ ટયુબલાઇટને મળ્યો છે.
હજુ સુધી કબીર ખાને ઓફીસિઅલ એનાઉન્સમેન્ટ નથી કર્યુ પરંતુ એટલું નકકી છે કે સલમાનને કબીર ખાનની આગામી ફિલ્મમાં સ્થાન અપાયું નથી.