-
મુકેશ અંબાણીની નેટ વર્થ 6.69 લાખ કરોડે પહોંચી
અબતક, નવીદિલ્હી
વિશ્વના ધનાઢ્ય વ્યક્તિઓની યાદી સમયાંતરે બહાર આવતી હોય છે ત્યારે ફરી એક વખત મુકેશ અંબાણીએ ગૌતમ અદાણીની સાઈડ કાપી છે. જે વૈશ્વિક રેટિંગ આપવામાં આવી તેમાં મુકેશ અંબાણીની નેટવર્ક ૬.૬૯ લાખ કરોડ રૂપિયા નોંધાઈ હતી. જે યાદી બહાર પાડવામાં આવી છે તેમાં એશિયાના ધનાઢ્ય મુકેશ અંબાણી ૧૦મા ક્રમે અને ગૌતમ અદાણી 11માં ક્રમે જોવા મળ્યા છે. છેલ્લા ઘણા મહિનાઓથી અદાણી અને અંબાણી વચ્ચે સ્થિતિ આગળ પાછળ થવાના કિસ્સાઓ સામે આવ્યા છે.
તરફ અદાણી ગત માસમાં પોતાના પોર્ટ અને માઇનના વ્યાપારમાં સારી એવી વૃદ્ધિ કરતાં તેઓ એશિયાના ધનાઢ્ય વ્યક્તિ બન્યા હતા પરંતુ સમયાંતરે કરી રિલાયન્સે અદાણી ની સાઈડ કાપી પ્રથમ ક્રમ હાંસિલ કર્યો છે. ત્યારે હજુ પણ આ પ્રકારની સ્થિતિ સામે આવે તો નવાઈ નહીં. બજારમાં પણ રિલાયન્સના ચોક ધૂમ મચાવી રહ્યા છે અને મુકેશ અંબાણીની નેટવર્થ માં વધારો પણ કરી રહ્યા છે.
જીઓએ દોરડા વિનાના નેટ માટે ‘પાંખો’ ફેલાવી
રિલાયન્સ જીઓ હરહમેશ આધુનિક ટેકનોલોજી ને પ્રાધાન્ય આપી રહ્યું છે. ત્યારે જિયોએ સેટેલાઇટ કોમ્યુનિકેશન સર્વિસ માટે લાઇસન્સ અંગેની અરજી પણ કરી છે. આ સ્થિતિને ધ્યાને લઇ વાત સામે આવી છે કે હવે જીઓ પણ દોરડા વિનાના નેટ માટે પાંખો ફેલાવશે. અત્યાર સુધી ભારતીય એરટેલ પાસે આ લાયસન્સ હતું ત્યારે હવે ફરી એક વખત જીઓ પાસે પણ લાઇસન્સ જોવા મળશે. હાલ જે આધુનિક ટેકનોલોજી સતત ચર્ચામાં રહી છે તેનાથી માત્ર ઉદ્યોગકારો અથવા તો ઉદ્યોગપતિએ જ ફાયદો નથી પરંતુ સામે સામાન્ય લોકોને પણ એટલો જ ફાયદો પહોંચશે હાલ વાયરલેસ સિસ્ટમ અપનાવવાનો સમય આવી પહોંચ્યો છે ત્યારે રિલાયન્સ જિયો જેવી કંપની આ ક્ષેત્રે આવશે તો ઘણા ખરા વિકાસ પણ શક્ય બનશે. અત્યારનો સમય હાઈ સ્પીડ ટેક્નોલોજીનો છે ત્યારે હવે રિલાયન્સ જીઓ પણ આ ક્ષેત્ર આવી ગ્રામ્ય વિસ્તારોને ઘણો ફાયદો પહોંચાડશે.