કાયદા ભવન ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગૌરવ-અભિવાદન સમારોહ યોજાયો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાયદા ભવન ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારા વિશ્વની સૌથી ઉંચે એવી રાષ્ટ્રના સપુત લોખંડી રાજપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા આગામી તા.૩૧ ઓકટોબર સરદાર જયંતિના દિવસે દેશ અને દુનિયા સમક્ષ વિરાટ સ્વરુપે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા લોકાર્પિત થવા જઇ રહી છે. તે અનુસંધાને ગૌરવ અભિવાદન સમારોહનું ગરીમાપૂર્ણ રીતે આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે ભારત દેશની એકતા અને અખંડિતતા માટે પૂર્ણ રીતે પ્રતિબઘ્ધ રહેવા માટે શપથ પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી.

આ સમારોહમાં સૌરાષ્ટ્ર યુનિ. ના પૂર્વ કુલપતિ અને મુખ્ય વકતા ડો. કમલેશ જોશીપુરા, કાયદા વિઘાશાખાના પૂર્વ ડીન અને ભવનના અઘ્યક્ષ ભરતભાઇ મણિયાર, સિન્ડીકેટ સભ્ય અને શિક્ષણશાસ્ત્ર ભવનના અઘ્યક્ષ ભરતભાઇ રામાનુજ, અર્થશાસ્ત્ર ભવનના અઘ્યક્ષ પ્રો. પુરુષોતમભાઇ મારવાણીયા, માનવ અધિકાર ભવનના અઘ્યક્ષ રાજેશભાઇ દવે તેમ જ લીગલ રીસર્ચ ફાઉન્ડેશનના હોદેદારો ઉ૫સ્થિત રહ્યા હતા.

કેન્દ્રવતી પ્રવચનમાં પ્રો. કમલેશ જોશીપુરાએ જણાવ્યું હતું કે એક અખંડ રાષ્ટ્રનું સ્વપ્ન સાકાર કરનારા સરદાર જેવા મહામાનવની વિરાટ તંબ પ્રતિમા આવનારી પેઢીઓ માટે પ્રેરકબળ બની રહેશે. વિરાટ પ્રતિમા સરદાર પટેલના ખુમારી ભર્યા જીવન, તેમનું સ્વપ્ન અને સમગ્ર વિશ્વને ભારતની શકિતનો પરિચય કરાવશે.

પ્રકલ્પ ઝડપથી અને સમયસર પૂર્ણ થાય તે માટે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સતત સ્થળની મુલાકાત લઇ અને જહેમત ઉઠાવી છે તે પણ ખાસ અભિનંદનીય છે.

સૌરાષ્ટ્ર યુનિ. ના સીન્ડેકટ સભ્ય ભરતભાઇ રામાનુજે જણાવ્યું હતું કે ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીને સ્થાપત્યની દ્રષ્ટિથી પણ સમગ્ર વિશ્વમાં અજોડ બનાવવા માટે જે આયોજન કરવામાં આવેલ છે. તે કાબીલેદાદ છે. રપ૦ થી વધારે એન્જીનીયર અને ૩૭૦૦ થી વધારે નિષ્ણાંત કારીગરો રાત દિવસ જોયા વગર કામ કરેલ છે. તે અજોડ ઘટના છે. રામાનુજે ઉમેર્યુ હતું કે હૈદરાબાદના નિજામ જેવા અકકડ અને શકિતશાળી વ્યકિતને પણ સમજાવટ અને રૌદ્ર સ્વરુપના દર્શના કરાવી સરદાર જબરદસ્ત રાષ્ટ્રીય કુનેહ બતાવ હતી.

એકતા અને અખંડીતતાનું વાંચન પી.જી. મારવાણીયાએ કરેલ. આભાર દર્શન રાજેશભાઇ દવે તેમજ સંચાલન અમિત મહેતાએ કરેલ. આ પ્રસંગે વરીષ્ઠ ધારાશાસ્ત્રી પ્રશાંત જોશી, રાજય સિંચાઇ કર્મચારી કલ્યાણ મંડળના મહામંત્રી ગૌતમભાઇ બુલચંદાણી, માધવ ફાઉન્ડેશનના લાલજીભાઇ પોપટ તેમજ તેમજ પત્રકારત્વ ભવનના પ્રાઘ્યાપક યશવંત હિરાણી ઉ૫સ્થિત રહેલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.