ભારતીય કબડ્ડી ટીમ હવે કેન્યા સામેની મેચ રમશે
પ્રબળ દાવેદાર ટીમ ભારતે કબડ્ડી માસ્ટર્સ ચેમ્પીયનશીપના શરૂઆતી ધોરણે જ પ્રતિસ્પર્ધી ટીમ પાકિસ્તાને ૩૬-૨૦થી હરાવીને શાનદાર જીત મેળવી છે. ભારતીય કેપ્ટન અજય ઠાકુરની ચતુરતાથી ભારતે બ્રેક સુધીમાં ૨૨-૯થી લીડ મેળવી લીધી હતી અને ત્યારબાદ જીતને જ લક્ષ્ય બનાવી વિજય મેળવ્યો હતો ઠાકુરે ૧૫ રેડ અંક બનાવ્યા હતા.
તેઓ ટેકલ કરવામાં પણ મજબુત રહ્યા હતા જેથી ટીમે ૧૨ વધુ ગુણ મેલવ્યા હતા. ભારતે અડધા સમય સુધીમા ૧૩ અંકની લીડ મેળવી લીધી હતી ઠાકુરે તેનો પૂરો શ્રેય ભારતીય કોચ શ્રનિવાસ રેડ્ડીને આપતા જણાવ્યું હતુ કે તેમણે બંને ખુણેથી કબ્જો કર્યો અને પાકનો ડિફેન્સ તોડયો હતો. પાકિસ્તાની ટીમ કયાય પણ ભારતની સામે ટકી શકી નથી અને તેથી તેના કોચ નબીલ અહમેદ વીઝાની તકલીફને કારણ ઠેરવ્યુ હતુ.
તેણે કહ્યુંં કે અમે સવારે ૭ વાગ્યે પહોચ્યા અને અભ્યાસ કરવાનો સમય અમને મળ્યો નહતો. અને ખેલાડીઓને પ્રદર્શનને અમે આગામી મેચમાં વધુ સક્ષમ બનાવીશું પાકિસ્તાન સામેની જીત બાદ ભારત હવે કેન્યા સામેની મેચ લડશે આપૂર્વ ખેલ મંત્રી રાજયવર્ધન સિંદ રાઠોડે બોલીવુડના અભિનેતા અભિષેક બચ્ચનની ટીમ જયપૂર પીંક પેન્થરને ટ્રોફી આપી સન્માનીત કર્યા હતા.