ભારતમાં ક્રિકેટની સિઝન પુરી થયા બાદ કબડ્ડીની સિઝન શરૂ થશે. જેની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ બાદ ભારતમાં સૌથી સફળ લીગ હોય તો તે પ્રો કબડ્ડી લીગ છે. પ્રો કબડ્ડીમાં હવે ખેલાડીઓની હરાજી કરવામાં આવશે. જેમાં ભારત સહિત કુલ ૧૫ દેશોના ૪૨૨ ખેલાડીઓ ૩૦ અને ૩૧ મેના રોજ મુંબઈમાં યોજાનારી પ્રો-કબડ્ડી લીગની છઠ્ઠી સીઝનની હરાજીમાં ભાગ લેશે. મળતી મહિતી અનુસાર હરાજીમાં ૫૮ વિદેશી ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. તે સિવાય ૮૭ ખેલાડીઓની પસંદગી એક દેશવ્યાપી કાર્યક્રમમાંથી કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ ભવિષ્ય માટે કબડ્ડીના ખેલાડીઓની શોધ કરવાનો છે.
આ ખેલાડીઓ માટે ૧૨ ફ્રેન્ચાઈઝી ટીમ બોલી લગાવશે. તેમાંથી નવ ટીમોએ ૨૧ ખેલાડીઓને રિટેઇન કર્યા છે. જ્યારે ત્રણ ફ્રેન્ચાઇઝી ટીમની પુન:રચના કરશે. હરાજીમાં ભારત સિવાય, ઈરાન, બાંગ્લાદેશ, જાપાન, કેન્યા, કોરિયા, મલેશિયા, શ્રીલંકા સહિત ઘણા દેશોના ખેલાડીઓ સામેલ છે.
ગત વર્ષે પટના પાઇરેટ્સે ગુજરાત ફોર્યૂનજાઇન્ટસને હરાવીને પ્રો-કબડ્ડી લીગની સીઝન-૫ની ફાઇનલ જીતી અને ટાઇટલની હેટ્રિક લગાવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com