માતાજીનું છઠ્ઠું સ્વરૂપ માં કાત્યાયની છે જેની ઉપાસના નવરાત્રીના છઠ્ઠા દિવસે કરવામાં આવે છે. કથા પ્રમાણે એક કથ નામના ઋષિ હતા તેમના પુત્ર કાત્ય થયા બંને ભગવતી અંબામાતાજીની પુજા કરતા. તેઓ વર્ષો સુધી તપ કરે છે અને તેમની ઈચ્છાથી માં તેમને ત્યા પુત્રી તરીકે જન્મ લ્યે છે.
થોડા વખત પછી દાનવ મહિષાસુરનો અત્યાચાર પૃથ્વી પર વધી જાય છે ત્યારે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય દેવતા પોતાના અંશ બળે, તેજ બળે મહિષાસુરને મારવા એક દેવીને ઉત્પન્ન કરે છે અને ત્યાર મહિર્ષી કાત્યાયને સર્વ પ્રથમ તેની પુજા કરે છે. આથી માતાજી કાત્યાયની નામથી પ્રખ્યાત થયા તેમ શાસ્ત્રી રાજદિપ જોષીની યાદીમાં જણાવાયું છે.