કવિ કાગ ઍવોર્ડ એ દર વર્ષે આપવામાં આવતો એક વાર્ષિક એવોર્ડ છે. આ એવોર્ડ ગુજરાતી કવિ દુલા ભાયા કાગના નામ પરથી રાખવામાં આવ્યો છે. વર્ષ ૨૦૦૨થી ૫.પૂ. મોરારોબાપુની પ્રેરણા અને આશીર્વાદથી આ એવોર્ડની શરૂઆત થઇ હતી. ત્યારે આ વર્ષે પણ પુજ્ય મોરારી બાપુની નીશ્રામાં કાગધામ ખાતે કાગ ઉત્સવ યોજાશે. કવિ દુલા કાગની પુણ્યતિથિ “કાગ ચોથ” (ફાગણ સુદ ચોથ) ના દિવસે કવિ કાગની કર્મભૂમિ કાગધામ (મજાદર) ખાતે કાર્યક્રમ યોજી પૂ મોરારીબાપુ અને કાગ પરિવારના હસ્તે આપવામાં આવે છે
પૂજ્ય કાગબાપુની પાવન ભૂમિ કાગધામ (મજાદર) ખાતે કાગબાપુની પુણ્યતિથિ (કાગ ચોથ), ફાગણ સુદ ચોથના દિવસે પૂજ્ય મોરારીબાપુની નિશ્રામાં વિવિધ કાર્યક્રમ પ્રતિવર્ષ યોજવામાં આવે છે. જેમાં કાગના ફળિયે કાગની વાતું, કવિ કાગબાપુ એવોર્ડ અર્પણવિધિ અને કચ્છ-કાઠિયાવાડ ગુજરાતના નામી- અનામી કલાકારો દ્વારા કાગવાણી પ્રસ્તુતિ થાય છે.
વર્તમાન વર્ષ પૂજ્ય કાગબાપુની 46મી પુણ્યતિથિ નિમિતે ઘોષિત થયેલા કાર્યક્રમ મુજબ મજાદર ગામે ફાગણ સુદી ચોથને ગુરુવારે તા. 23.02.2023ના બપોરે 3થી સાંજના 6 વાગ્યા સુધી પૂજ્ય મોરારીબાપુના સાનિધ્યમાં કાગના ફળિયે કાગની વાતું વિષય અંતર્ગત કાગના ફળિયે કાગની વાતું નામના પરિસંવાદમાં પ્રખ્યાત વક્તા લાખણશી ગઢવી અને યશવંત લાંબા વક્તવ્યો આપશે.
આ કાર્યક્રમ અંતર્ગત વર્ષ 2023ના કાગ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે જેમાં મરણોત્તર – સ્વ. નાગભાઈ લાખાભાઈ ખળેલ (મગરવાડા), સ્ટેજ – હરેશદાન સુરુ, સર્જક – ઈશુદાન ગઢવી (રત્નુ) (હિંમતનગર), સંશોધન – નિલેશભાઈ પંડ્યા (રાજકોટ), રાજસ્થાની વિરુલ – ગજાદાન ચારણ (નાથુસર)ને કાગ એવોર્ડ અર્પણ કરવામાં આવશે.