સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટરને ત્યાં CBI ના દરોડા પાડવામાં આવ્યા હતાં.  તે સમયે સરકારી જમીનનો ખેલ પાડવાના વિવાદમાં તેઓ ફસાયા હતા.આ મામલા અંગે તપાસ કરવા CBI નો રેલો હવે છેક રાજકોટ સુધી પહોંચે તેવી શક્યતા છે. આ કેસમાં કે.રાજેશને સજા નહોતી મળી. જ્યારે અન્ય 2 GAS કેડરના અધિકારીને જેલની સજા ફટકારવામાં આવી હતી. આ બોગસ સરકારી દસ્તાવેજથી ચોટીલા, બામણબોર, મેવાસા અને શેખલીયામાં કૌભાંડ થયું હતું હતું. જેથી બામણબોરની જમીન મુદ્દે તપાસ થવા પર રાજકોટ કનેક્શન ખુલવાની શક્યતા છે. રાજકોટમાં ભાજપનું એક જૂથ કે.રાજેશ પર કાર્યવાહી અને ધરપકડથી સ્તબ્ધ થઈ ગયું હોવાની જાણકારી સૂત્રો તરફથી મળી રહી છે.

આ મામલે CBIએ કર્યો કેસ

ગઈ કાલે કેન્દ્રીય એજન્સીએ IAS અધિકારી સામે આર્મ લાયસન્સ, સરકારી જમીનની ફાળવણી તેમ જ સરકારી જમીનને નિયમિત કરવા માટે લાંચ માંગવાનો કેસ કર્યો છે.ગુજરાત સરકારની વિનંતી પર અગાઉ પ્રાથમિક તપાસ નોંધવામાં આવી હતી તેવું CBIએ જણાવ્યું હતું. ગાંધીનગર, સુરત અને આંધ્રપ્રદેશમાં CBI દ્વારા રેડ પાડવામાં આવી હતી જેમાં અનેક ગુનાહિત દસ્તાવેજી અને ડિજિટલ પુરાવાઓ મળી આવ્યા હોવાનું જણાવાયું છે.

CBI દ્વારા ગાંધીનગર,સુરત, સુરેન્દ્રનગર, નિવાસ્થાને પડયા દરોડા

CBIએ IAS કે.રાજેશ સામે દિલ્હીમાં ફરિયાદ નોંધી હતી. ત્યાર બાદ ગાંધીનગર નિવાસસ્થાને મોડી રાતે CBIએ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. IAS સામે બંદૂકના લાયસન્સ લેવાની મંજૂરી માટે લાંચ માંગી હોવાનો આક્ષેપ છે. સાથે જમીન સોદા કૌભાંડમાં સામેલ હોવાનો અધિકારી સામે આરોપ પણ થઈ રહ્યાં છે. આપણે જણાવી દઈએ કે સુરેન્દ્રનગરમાં સરકારી પ્લોટ ફાળવણી અંગેના વિવાદમાં કે.રાજેશ રહી ચૂક્યાં છે. ગાંધીનગર, સુરત, સુરેન્દ્રનગર સહિતના નિવાસસ્થાને CBIએ કાર્યવાહી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.