વડાપ્રધાનના અભિવાદન કાર્યક્રમમાં જ્ઞાતિ-સમાજ-સંસઓના આગેવાનો સહભાગી થશે
વડાપ્રધાન બન્યા પછી પ્રથમ વખત પ્રમ જ્યોતિર્લીંગ સોમના મહાદેવનાં દર્શર્નો પધારી રહેલા નરેન્દ્રભાઇ મોદીનાં સોમનાથ સ્થિત વિવિધ કાર્યક્રમો સંદર્ભે જિલ્લા પોલીસ તંત્ર, સોમના ટ્રસ્ટ અને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા પુરજોષમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે.
કાલે સવારે ૯ કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સોમના હેલીપેડ ખતે ઉતરશે. હેલીપેડ નજીકમાં વડાપ્રધાનશ્રીનાં અભિવાદનનો સ્ટેજ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અભિવાદનમાં ગીર-સોમના જિલ્લાની વિવિધ જ્ઞાતિ-સમાજ તેમજ સેવાભાવી સંસઓ અને આગેવાનો મળી અંદાજે ૫૦૦૦ લોકો સહભાગી શે.
સોમના મહાદેવ મંદિરમાં વડાપ્રધાન દર્શન, પૂજન, અર્ચના અને મહાઅભિષેક કરશે. આ માટે સોમના ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા અને તેની ટીમ દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
વડાપ્રધાનશ્રીનાં આગમન સંદર્ભે વેરાવળ-સોમના વિસ્તારમાં કડક બંદોબસ્ત રાખવામાં આવશે. પ્રોટોકોલ-સીક્યુરીટી મુજબ નવી દિલ્હીનાં એસ.પી.જી. નાં અધિકારીઓએ પણ કાર્યક્રમોનાં સ્ળનું નિરિક્ષણ કરી સબંધિતોને જરૂરી વ્યવસ જળવાઇ તે માટે સૂચના આપી હતી. ગીર-સોમના ઉપરાંત નજીકનાં જિલ્લામાંથી પોલીસ અધિકારીઓ-કર્મીઓ બંદોબસ્ત માટે આવી રહ્યા છે.
જિલ્લા કલેકટર ડો.અજયકુમાર અને જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસરનાં માર્ગદર્શન હેઠળ અને જિલ્લાનું પોલીસતંત્ર અને વહિવટીતંત્ર પણ તૈયારી કરી રહ્યું છે. નેવી અને કોસ્ટગાર્ડ ધ્વારા પણ દરિયાઇ વિસ્તારમાં બંદોબસ્ત રાખવામાં આવશે.ગીર-સોમના જિલ્લાનાં માર્ગ-મકાન વિભાગ દ્વારા પણ કાર્યક્રમનાં સ્થળે જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે.