આટકોટ મુકામે કે.ડી. પરવાડીયા હોસ્પિટલના લોકાર્પણ માટે આવતા વડાપ્રધાનને આવકારવા આહવાન કરતા ચેતનભાઈ રામાણી
ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી તેમજ સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાન ચેતનભાઇ રામાણી કહે છે કે , આટકોટ ની શ્રી કે.ડી. પરવાડિયા મલ્ટીસ્પેશયાલીટી હોસ્પીટલ તેમજ જેમને 8 વર્ષ સુધી આટકોટ વિસ્તારમા ડો . તરીકેની પ્રેકટીસ કરી ગરીબોને વિનામુલ્યે તેમજ રાહત દરે સારવાર આપી એવુ સવ્પનુ સેવ્યુ હતુ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરાની 5 વર્ષની ભારે જેહમત બાદ તેમજ રૂ.80 કરોડ નુ દાન મેળવી સૌરાષ્ટ્રને અનેકવિધ યોજનાઓની ભેટ આપનાર ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફરી એક વખત સૌરાષ્ટ્રની અને ખાસ કરીને રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે સેવાકીય ટ્રસ્ટ દ્વારા તમામ અધ્યતન સુવિઘાઓથી સજ્જ શ્રી કે.ડી. પરવાડીયા હોસ્પિટલના લોકાર્પણ માટે મુલાકાતે આવી રહ્યા છે
આ હોસ્પીટલમા મેડીકલ , સર્જીકલ , પીડીયાટ્રીક , નવજાત બાળક આઇ.સી.યુ તેમજ ગાયનેક , રેડીયોલોજી , પેથોલોજી , ડાયાબીટીસ , પેથોલોજી , લેબોરેટરી જેવા અનેક વિભાગો સાથે 200 બેડની સુવિધા સાથે 50 થી વઘુ ડોકટરોની ટીમ સાથે આ હોસ્પીલમા ગુજરાત તેમજ ભારત સરકારના મુખ્યમંત્રી અમૃત્મ (માં) યોજના , આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામા જોડાયેલ તમામ કાર્ડો સ્વીકારવામા આવશે તેમજ જેમની પાસે કાર્ડના હોય તો ત્યારે 20 % નજીવો ખર્ચ જ લેવામા આવશે તેમજ આવનાર તમામ ગરીબોને રાહત દરે અને વિનામુલ્યે સારવાર આપી તમામ દર્દીઓને સ્વસ્થ સારવાર આપવાનુ સંચાલકોએ બિડુ ઝડપ્યુ છે.
રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા , પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા તેમજ પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઇ રામાણીની ઉપસ્થીતીમા તાલુકા લેવલોની મીટીંગો કરી જેમા રાજકોટ તાલુકામા બાબુભાઇ નસીત , ચેતનભાઇ પાણ , ગૌરવસીંહ જાડેજા તેમજ ગોંડલ તાલુકામા ચંદુભાઇ દુઘાત્રા , અલ્પેશભાઇ ઢોલરીયા , ભગવાનજીભાઇ રામાણી , અશોકભાઇ પીપળીયા તેમજ લોધીકા તાલુકામા મુકેશભાઇ કમાણી , મોહનભાઇ દાફડા , મુકેશભાઇ તોગડીયા , દિલીપભાઇ કુગશીયા , મોહનભાઈ વિગેરે કાર્યકર્તાઓ સાથે મીટીંગો કરી કાર્યક્મોની રૂપરેખા બનાવી હતી તેમજ સમગ્ર ગુજરાતના સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો , જૂનાગઢ અખાળાના મહંતો , અખીલ ભારતીય સંત સમીતીના સંતો , પ્રણામી સંપ્રદાય જેવા અનેક મોટા સંતોની પાવન ઉપસ્થીતી સુનીીત છે ત્યારે સૌરાષ્ટ્રના તમામ લોકોને આ લોકાર્પણ સમારોહમા ભારતના તેજસ્વી તેમજ તપસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ને આવકારવા અને સંચાલકોને બિરદાવવા મોટી સંખ્યામા ઉમટી પડવા આહવાન કર્યું છે.