જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસ છોડ્યાના 27 કલાક બાદ તેઓ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. જ્યોતિરાદિત્ય ગુરુવારે સાંજે 4 વાગે ભોપાલ પહોંચશે.
શુક્રવારે રાજ્યસભા માટે નામાંકન દાખલ કરે તેવી શકયતા છે. શુક્રવાર મધ્યપ્રદેશની 3 રાજ્યસભા સીટો પર ચૂંટણી માટે નામાંકન દાખલ કરવાનો છેલ્લો દિવસ છે.
કમલનાથ સરકારના 6 મંત્રીઓ સહિત 22 ધારાસભ્યોએ સિંધિયાના રાજીનામાની જાણ થતા જ કોંગ્રેસ છોડી હતી. સિંધિયાના સમર્થક ધારાસભ્યોમાંથી 5થી 7 ને મધ્ય પ્રદેશમાં ભાજપ સરકાર બન્યા બાદ મંત્રી પદ અપાય તેવી શકયતા છે.
Delhi: #JyotiradityaMScindia joins BJP at party headquarters, in the presence of party president JP Nadda. pic.twitter.com/YiF3hMXJav
— ANI (@ANI) March 11, 2020