ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતા માધવી રાજે સિંધિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બન્નેને દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે.
સિંધિયાને ગળામાં ખારાશ અને તાવ હતો. ત્યારબાદ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
જ્યોતિરાદિત્યને ચાર દિવસ પહેલા મેક્સ સાકેતમાં એડમિટ કરાયા હતા. તેમની માતામાં કોરોનાના કોઈ લક્ષણ ન હતા. તેમ છતા આજે બન્નેનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે બન્નેની સારવાર ચાલી રહી છે.
લોકડાઉનની જાહેરાત પછીથી જ્યોતિરાદિત્ય સિંધિયા દિલ્હીમાં જ છે. તે તેમના પરિવાર સાથે દિલ્હી ખાતે આવેલા તેમના આવાસ પર રહેતા હતા.હવે જ્યોતિરાદિત્ય અને તેમની માતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોરન્ટીન કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સાથે તેમના કોરોના સોર્સની તપાસ પણ ચાલી રહી છે.