ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેન્કસ ફેડરેશનનાં ચેરમેન પદે જ્યોતીન્દ્રભાઇ મહેતા અને વાઇસ ચેરમેન પદે ડોલરભાઇ કોટેચા બીનહરીફ ચુંટાયા છે. અમદાવાદ ખાતે ફેડરેશનની બોર્ડ ઓફ ડિરેકટર્સની મીટીંગમાં બંને હોદેદારો બીનહરીફ ચુંટાયા હતા. ફેડરેશનનાં આ પદ માટે અઢી વર્ષની મુદત હોય છે.
સહકારી અગ્રણી જ્યોતીન્દ્રભાઇ મહેતા ઇ.સ. ૨૦૦૬ી ચેરમેન પદે અને ડોલરભાઇ કોટેચા ઇ.સ. ૨૦૦૯ થી વાઇસ ચેરમેન પદે સેવાઓ આપી રહ્યા છે.
જ્યોતીન્દ્રભાઇ મહેતા, સહકારી ક્ષેત્રની સર્વોચ્ચ સંસ નાફકબ-ન્યુ દિલ્હીમાં ચેરમેન તરીકે સેવાઓ આપી રહ્યા છે. આ ઉપરાંત તેઓ રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.નાં પૂર્વ ચેરમેન અને ડિરેકટર છે. તેમની આગેવાની હેઠળ ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેન્કસ ફેડરેશનમાં અનેક નોંધપાત્ર સફળ પ્રકલ્પો હાથ ધરાયા છે. જેવા કે, નોલેજ રિવોલ્યુશનના માટે ગુજરાતનાં કે.જી થી પી.જી. સુધીના તમામ વિર્દ્યાીઓને કોમ્પ્યુટરી સજ્જ કરવા ઇ.સ. ૨૦૦૭માં સહકાર સેતુ, ઇ.સ. ૨૦૦૯માં ફલડ આઇ.ટી., ઇ.સ. ૨૦૧૦માં પ્રોજેક્ટ ઇ-બાઇક, ઇ.સ. ૨૦૧૨માં ફ્લડ આઇ.ટી.-૨, ઇ.સ. ૨૦૧૪ સહકાર સેતુ-૨, ઇ.સ. ૨૦૧૭માં મિશન વિમેન એમ્પાવરમેન્ટનો સમાવેશ થાય છે.
સહકારી ક્ષેત્રની આગવી ઓળખ અને સહકારનું બ્રાન્ડીંગ કરવા માટે ‘પ્રાઉડલી કો-ઓપરેટીવ’નું સર્જન કરી વિકસાવ્યો છે. ગુજરાતમાં તમામ નાગરિક સહકારી બેન્કોને એક અંબ્રેલા હેઠળ લાવ્યા બાદ, હાલમાં તેઓ અંબ્રેલા ઓર્ગેનાઇઝેશન હેઠળ દેશભરની તમામ સહકારી બેન્કોને એકછત્ર હેઠળ લાવવાનું કાર્ય કરી રહ્યા છે.
સહકારી ક્ષેત્રમાં ‘૩૨’ વર્ષી સેવારત જ્યોતિન્દ્રભાઇ મહેતાને તાજેતરમાં જ ઇફકો દ્વારા ‘સહકારિતા રત્નથી સન્માનિત કરાયેલા છે.
ગુજફેડનાં વાઇસ ચેરમેન ડોલરભાઇ કોટેચાજુનાગઢકોમર્શીયલ કો-ઓપરેટીવ બેન્ક લિ.માં સેવા આપે છે અને અનેક ટોચની સહકારી સંસઓ સો સંકળાયેલ છે. સોરઠ પંકમાં એક આગવી ઓળખ ધરાવે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,